YouTube2Text

YouTube transcript (XPt0KNlMDn0) — Transcript

9,286 words · 1,503 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00નમસ્કાર મિત્રો YouTube પર પહેલી જ વાર
  2. 0:02તમે આ વિડીયો જોઈ રહ્યા છો પહેલી જ વાર
  3. 0:05શબ્દ એટલા માટે મૂકું છું કે ગુજરાતી
  4. 0:07પદ્ધતિશાસ્ત્રના એટલે કે મેથડના પ્રશ્નો આ
  5. 0:10વીડિયોમાં આપેલા છેએકબે 10 15 20 નહી પણ
  6. 0:1580 પ્રશ્નો આ વીડિયોમાં લીધા છે અને એ પણ
  7. 0:18ખાસ માતૃભાષા
  8. 0:20ગુજરાતી મેથડના જે મુખ્ય 12 ચેપ્ટર છે એ
  9. 0:24બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવરી લીધા છે આ
  10. 0:27પ્રકારનો વિડીયો આજની સ્થિતિએ YouTube પર
  11. 0:30એકય નથી એક જ વીડિયોમાં આ બારે 12
  12. 0:34ચેપ્ટરના અગત્યના મોસ્ટ આઈએમપી પાંચ
  13. 0:36પ્રશ્નો દરેક ચેપ્ટરમાંથી લીધા છે જે તમે
  14. 0:40જોઈ શકશો આ વિડીયો આગામી જે મેન્સ પરીક્ષા
  15. 0:44છે એના માટે રામબાણ સાબિત થશે મતલબ કે ગેમ
  16. 0:48ચેન્જર સાબિત થશે આ વિડીયો ખાસ એન્ડ સુધી
  17. 0:51જોઈ લેજો મેન્સમાં તમને ખૂબ ઉપયોગી સાબિત
  18. 0:54થશે કદાચ કેટલાક મિત્રોને આ વિડીયો જોયા
  19. 0:56પછી એવું લાગશે કે અમે તો આ ચેપ્ટર કે આવા
  20. 0:59પ્રશ્નોની ચર્ચા ચાલુ બીએડના લેક્ચરમાં પણ
  21. 1:03નથી સાંભળી અથવા તો ચાલુ બીએડના અભ્યાસમાં
  22. 1:06પણ આવા પ્રશ્નોનો જે અભ્યાસ છે એ અમારે
  23. 1:10નથી થયો અથવા તો એના વિશે ખ્યાલ નથી તો
  24. 1:14મિત્રો વિડીયો ગમે તમને એમ લાગે કે વિડીયો
  25. 1:17બેસ્ટ છે મારા માટે ઉપયોગી સાબિત થાય એમ
  26. 1:19છે તો વીડિયોને લાઈક આપો કોમેન્ટમાં બે
  27. 1:22શબ્દ લખો આપણી પાસે બસ આટલી જ અપેક્ષા છે
  28. 1:24આનાથી વિશેષ કશી નથી તો વધુ સમય ન લેતા
  29. 1:29લેટસ સ્ટાર્ટ વિડીયો પ્રશ્ન એક માતૃભાષાનો
  30. 1:33અર્થ અને સંકલ્પના સ્પષ્ટ કરો માતૃભાષા એ
  31. 1:38અંગ્રેજી શબ્દ મધર ટંગનો અનુવાદ છે જેનો
  32. 1:42સરળ અર્થ માતાની ભાષા અથવા માતા તરફથી
  33. 1:45મળેલી ભાષા એવો થાય છે વિશેષ અર્થમાં જોઈએ
  34. 1:49તો એ માતા સમાન પોષણ આપનારી ભાષા છે
  35. 1:52કોલરીઝના મત મુજબ માતૃભાષા એ હૃદયની ભાષા
  36. 1:56છે જે ભૂમિ પર બાળકનો જન્મ અને ઉછેર થયો
  37. 1:59હોય ત્યાના લોકો પાસેથી મળેલી ભાષાને
  38. 2:01માતૃભાષા કહેવાય છે વ્યક્તિ પોતાના વિચારો
  39. 2:05ભાવો અને જીવન વ્યવહાર જે ભાષામાં સૌથી
  40. 2:08વધુ કુશળતાથી અને સ્પષ્ટ રીતે કરી શકે એ જ
  41. 2:12એની માતૃભાષા છે. આ ભાષા દ્વારા જ બાળકના
  42. 2:16સામાજિક સાંસ્કૃતિક બૌદ્ધિક અને આંતરમનના
  43. 2:19વિકાસની સાચા અર્થમાં શરૂઆત થાય છે.
  44. 2:23પ્રશ્નબે શિક્ષણના માધ્યમ તરીકે
  45. 2:26માતૃભાષાનું શું મહત્વ છે? શિક્ષણનું
  46. 2:29માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. કારણ કે
  47. 2:32માતૃભાષા વિના શિક્ષણ અધૂરું છે અને તે
  48. 2:35સર્વ વિષયોનો પાયો છે. માતૃભાષામાં શિક્ષણ
  49. 2:39મેળવવાથી વિદ્યાર્થીઓ વિષય વસ્તુને અને
  50. 2:42તેમાં રહેલા ભાવો તથા વિચારોને સારી રીતે
  51. 2:45સમજીને આત્મસાત કરી શકે છે. માતૃભાષાના
  52. 2:49ઉપયોગથી વિદ્યાર્થી પોતાની મુશ્કેલીઓ
  53. 2:51શિક્ષક સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે
  54. 2:54અને દરેક બાબતની અભિવ્યક્તિ પોતાની
  55. 2:57ભાષામાં સરળતાથી કરી શકે છે. આ
  56. 3:00પ્રક્રિયાથી
  57. 3:02અધ્યયનમાં વિદ્યાર્થીઓની શક્તિ અને સમયનો
  58. 3:06બચાવ થાય છે પરિણામે વિદ્યાર્થીઓની
  59. 3:08સર્જનાત્મક શક્તિઓ ખીલી ઉઠે છે અને એમના
  60. 3:12વ્યક્તિત્વનો સુયોગ્ય અને સર્વાંગી વિકાસ
  61. 3:16થાય છે.
  62. 3:18પ્રશ્ન 3
  63. 3:21માતૃભાષા અન્ય વિષયોના પાયા તરીકે કેવી
  64. 3:24રીતે કાર્ય કરે છે? તો શાળામાં અન્ય
  65. 3:27વિષયોનું શિક્ષણ પણ માતૃભાષામાં જ અપાતું
  66. 3:30હોવાથી માતૃભાષાનું જ્ઞાન જેટલું મજબૂત
  67. 3:32હોય એટલી જ અન્ય વિષયો શીખવામાં સરળતા રહે
  68. 3:37છે. જો માતૃભાષાનો પાયો નબળો હોય તો અન્ય
  69. 3:40વિષયોના અર્થગ્રહણમાં અને સંદર્ભ
  70. 3:43સાહિત્યનો યોગ્ય ઉપયોગ કરવામાં મુશ્કેલી
  71. 3:46પડે છે વિજ્ઞાન સમાજવિદ્યા કે ગણિત જેવા
  72. 3:49વિષયોમાં આવતી પાયાની સંકલ્પનાઓ સમજવામાં
  73. 3:52ભાષાની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે
  74. 3:55માતૃભાષામાં વિદ્યાર્થી સાંભળીને કે
  75. 3:58વાંચીને જેવું સમજી શકે એના પર જ અન્ય
  76. 4:02વિષયોમાં એની સિદ્ધિનો આધાર રહેલો છે આથી
  77. 4:05કહી શકાય કે માતૃભાષાની ની પ્રવીણતા વિના
  78. 4:08અન્ય વિષયોનું જ્ઞાન મેળવવું એ લોઢાના ચણા
  79. 4:11ચાવવા સમાન છે. પ્રશ્ન ચાર શાળા કક્ષાએ
  80. 4:16માતૃભાષાના શિક્ષણની ઉપેક્ષા થવા પાછળના
  81. 4:18મુખ્ય કારણો કયા છે? તો માતૃભાષા શિક્ષણની
  82. 4:22ઉપેક્ષાનું એક મુખ્ય કારણ એ છે કે શિક્ષકો
  83. 4:24અને વિદ્યાર્થીઓમાં એવી ખોટી માન્યતા હોય
  84. 4:27છે કે બાળક સમાજમાંથી ભાષા શીખીને જ શાળાએ
  85. 4:30આવે છે. તેથી એમાં નવું કશું શીખવવાનું
  86. 4:33નથી બીજું મોટું કારણ વહીવટી છે જેમાં
  87. 4:38ભાષા શીખવવાની જવાબદારી વ્યાયામ ચિત્ર કે
  88. 4:41અન્ય વિષયના બિન તાલીમી શિક્ષકોને સોપી
  89. 4:44દેવામાં આવે છે વર્ગખંડમાં શિક્ષકો દ્વારા
  90. 4:47માત્ર કથન પદ્ધતિનો જ ઉપયોગ થાય છે અને
  91. 4:50અધ્યાપનમાં જરૂરી શૈક્ષણિક સાધનોનો પણ
  92. 4:52અભાવ જોવા મળે છે માતૃભાષાનું શિક્ષણ
  93. 4:55માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત રહી જાય
  94. 4:58છે અને ભાષાના જે મૂળભૂત કૌશલ્યો છે એ
  95. 5:01વિકસાવવા પર પૂરતું ધ્યાન અપાતું નથી વળી
  96. 5:04વ્યાકરણ શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા અને
  97. 5:07શાળામાં વાંચનાલયની સુવિધાનો અભાવ પણ ભાષા
  98. 5:10શિક્ષણની ઉપેક્ષા વધારે છે પ્રશ્ન પાંચ
  99. 5:15માતૃભાષા શિક્ષણની ઉપેક્ષા દૂર કરવા માટે
  100. 5:18શિક્ષકો અને શાળા દ્વારા કયા ઉપાયો યોજી
  101. 5:22શકાય અથવા તો એમ પણ પૂછાઈ શકે કે એક
  102. 5:25શિક્ષક તરીકે તમે શું કરશો? તો માતૃભાષા
  103. 5:28શિક્ષણની ઉપેક્ષા દૂર કરવા માટે સૌપ્રથમ
  104. 5:30તો એ ખોટી માન્યતા દૂર કરવી જોઈએ કે બાળક
  105. 5:34ઘરેથી જ સંપૂર્ણ ભાષા શીખીને આવે છે
  106. 5:37વાસ્તવમાં તેને શિષ્ટ ભાષા અને વાચન લેખન
  107. 5:40કૌશલ્યો શીખવવા અત્યંત જરૂરી છે. ભાષા
  108. 5:44શિક્ષણની જવાબદારી માત્ર ગુજરાતી વિષય
  109. 5:46સાથે સ્નાતક અનુસ્નાતક અને પ્રશિક્ષણ
  110. 5:49પામેલા શિક્ષકને જ સોપવી જોઈએ. વર્ગખંડમાં
  111. 5:53માત્ર કથન પદ્ધતિને બદલે વિવિધ અધ્યાપન
  112. 5:56પદ્ધતિઓ અને ઓડિયો વિડીયો જેવા શૈક્ષણિક
  113. 5:59સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થીઓની
  114. 6:02લેખિત અને મૌખિક અભિવ્યક્તિ ખીલવવા માટે
  115. 6:04વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને
  116. 6:08કાવ્યપઠન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું
  117. 6:10આયોજન થવું જોઈએ. આ ઉપરાંત વ્યાકરણ
  118. 6:14શિક્ષણને રસમય બનાવવું જોઈએ અને
  119. 6:16વિદ્યાર્થીઓને શબ્દકોષ તથા જોડણી કોષનો
  120. 6:20ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ પ્રશ્ન
  121. 6:23છ માતૃભાષા શિક્ષણના મુખ્ય સામાન્ય હેતુઓ
  122. 6:27વિશે માહિતી આપો તો માતૃભાષા શિક્ષણના
  123. 6:30મુખ્ય સાત સામાન્ય હેતુઓ છે જે નીચે
  124. 6:33પ્રમાણે છે નંબર એક વિદ્યાર્થીઓ ભાષાના
  125. 6:36મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે જેમ કે
  126. 6:40કૃતિઓને વિષયવસ્તુ સાહિત્ય પ્રકાર લેખન
  127. 6:42રચનાના પ્રકારો વ્યાકરણ અને શબ્દ ભંડોળ
  128. 6:45નંબર બે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થ
  129. 6:48ગ્રહણ કરે નંબર ત્રણ વિદ્યાર્થીઓ વાચન
  130. 6:51દ્વારા અર્થ ગ્રહણ કરે ચાર વિદ્યાર્થીઓ
  131. 6:55પ્રાપ્ત જ્ઞાનનું નૂતન પરિસ્થિતિમાં
  132. 6:58ઉપયોજન કરે પાંચ વિદ્યાર્થીઓ કથન દ્વારા
  133. 7:01અભિવ્યક્તિ કરે નંબર છ વિદ્યાર્થીઓ લેખન
  134. 7:04દ્વારા અભિવ્યક્તિ કરે સાત વિદ્યાર્થીઓ
  135. 7:08સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે અને એમાં રસ
  136. 7:11લઈ
  137. 7:11રસદર્શન
  138. 7:13પ્રશ્નસાત
  139. 7:15ડોક્ટર બ્લુમ દ્વારા દર્શાવેલ નાનાત્મક
  140. 7:18હેતુઓનું વર્ગીકરણ ટૂંકમાં સમજાવો
  141. 7:21તો બેન્જામિન બ્લુમ અને એમના સાથીદારોએ
  142. 7:24વર્તનને આધારે શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ
  143. 7:28કર્યું છે જેમાં જ્ઞાનાત્મક હેતુઓના છ
  144. 7:30સ્તર દર્શાવવામાં આવ્યા છે જેમાં સૌથી
  145. 7:33નિમ્ન સ્તરે જ્ઞાન પ્રાપ્તિ છે જેમાં
  146. 7:36હકીકત અને વિગતો યાદ રાખવાની હોય છે
  147. 7:38ત્યારબાદ અર્થગ્રહણ આવે એટલે કે જ્ઞાનની
  148. 7:41સમજ એમાં જ્ઞાનને સમજવાની શક્તિ વિકસે છે
  149. 7:45ત્યાર પછી ત્રીજા લેવલ ઉપર આવે છે ઉપયોજન
  150. 7:48જેમાં મેળવેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં
  151. 7:51ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી છે
  152. 7:54વિશ્લેષણ કે માહિતીને છૂટી પાડવી પાંચ છ
  153. 7:58ઉપર છે સંશ્લેષણ એટલે કે માહિતીનું સંયોજન
  154. 8:00કરી અને નવું સર્જન કરવું. અને લાસ્ટ
  155. 8:04સર્વોચ્ચ સ્તરે મૂલ્યાંકન જેમાં માપદંડોના
  156. 8:08આધારે નિર્ણય લેવાનો સમાવેશ થાય છે
  157. 8:11પ્રશ્નઆઠ સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ
  158. 8:14વચ્ચે શોભેદ છે બંને વચ્ચેનો તફાવત તો
  159. 8:19જ્યારે પણ તફાવત પૂછાય તો આવી રીતે વચ્ચે
  160. 8:23બે ભાગ પાડી અને તમે તફાવત લખી શકો છો આ
  161. 8:26બેસ્ટ રહેશે તફાવત હંમેશા આવી રીતે જ લખવો
  162. 8:32સામાન્ય હેતુઓ વિષય ના આધારે નક્કી થાય છે
  163. 8:35આની સિદ્ધિ લાંબાગાળે કે અનેક તાસના અંતે
  164. 8:38થાય છે સામાન્ય હેતુની સંકલ્પના અસ્પષ્ટ
  165. 8:41અને અમૂર્ત હોય છે સામાન્ય હેતુઓનું
  166. 8:43સ્પષ્ટ આલેખન મુશ્કેલ હોય છે જ્યારે
  167. 8:46વિશિષ્ટ હેતુઓ એ વિષય વસ્તુને આધારે નક્કી
  168. 8:49થાય છે એક જ તાસમાં કે ટૂંકાગાળામાં સિદ્ધ
  169. 8:52થઈ શકે એવા હોય છે અને એની સંકલ્પના
  170. 8:56સ્પષ્ટ હોય છે અને એ તાસના અંતે માપન કરી
  171. 8:59શકાય છે તો આ હતો તફાવત
  172. 9:02પ્રશ્નનવ શૈક્ષણિક આયોજન એટલે શું અને
  173. 9:06શૈક્ષણિક આયોજનના મુખ્ય પ્રકારો જણાવો તો
  174. 9:09શિક્ષણની પ્રક્રિયાને સફળ બનાવવા માટે
  175. 9:12ભવિષ્યમાં કરવાના કાર્યો ઉદ્દેશો પદ્ધતિઓ
  176. 9:15અને સાધનોની પૂર્વ વિચારણા કરી એની
  177. 9:18વ્યવસ્થિત નોંધ તૈયાર કરવી એટલે શૈક્ષણિક
  178. 9:22આયોજન કોઈપણ પ્રવૃત્તિ કે આયોજનને
  179. 9:25સફળતાપૂર્વક પાર પાડવા માટે એના વિવિધ
  180. 9:27પાસાઓનું ઝીણવટ ભર્યું ચિંતન કરવું જરૂરી
  181. 9:31છે શૈક્ષણિક આયોજનના વિવિધ પ્રકાર છે જેમ
  182. 9:33કે રાષ્ટ્રીય આયોજન રાજ્યો જિલ્લા સ્તરે
  183. 9:36અને તાલુકા અને ગ્રામ્ય આ ઉપરાંત સમયગાળા
  184. 9:39મુજબ શૈક્ષણિક આયોજનને વાર્ષિક આયોજન સત્ર
  185. 9:42આયોજન માસિક આયોજન પખવાડીક અઠવાડીક અને
  186. 9:46દૈનિક અને ત્યાર પછી તાસ આયોજનમાં પણ
  187. 9:49વહેંચવામાં આવે છે ટૂંકમાં શિક્ષણના
  188. 9:53ક્ષેત્રને અસરકારક બનાવવા અને પ્રગતિ કરવા
  189. 9:56માટે શૈક્ષણિક આયોજન અત્યંત આવશ્યક છે
  190. 10:01પ્રશ્ન 10 વાર્ષિક આયોજન કરતી વખતે
  191. 10:05શિક્ષકે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી
  192. 10:08જોઈએ
  193. 10:09એમાં વાર્ષિક આયોજન કરતી વખતે શિક્ષકે
  194. 10:13સૌથી પહેલા અભ્યાસક્રમનો વિસ્તાર અને
  195. 10:16વર્ષમાં શિક્ષણ કાર્ય માટે પ્રાપ્ત થતા
  196. 10:18દિવસો રજાઓ તથા પરીક્ષાના દિવસોનો ચોક્કસ
  197. 10:22વિચાર કરી લેવો જોઈએ અધ્યાપન કાર્ય
  198. 10:25દરમિયાન ઉપયોગી થનારા શૈક્ષણિક સાધનો અને
  199. 10:28સંદર્ભ ગ્રંથોની સૂચી અગાઉથી તૈયાર કરવી
  200. 10:30જોઈએ સ્થાનિક સામાજિક સાંસ્કૃતિક અને
  201. 10:33ભૌતિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈ એકમ શીખવવા
  202. 10:37માટે સમયની પસંદગી કરવી જોઈએ અધ્યાપન
  203. 10:41માટેની પદ્ધતિ પ્રવિધિ કે અભિગમોનો વિચાર
  204. 10:44કરવો અને અન્ય વિષયો સાથેના અનુબંધનો પણ
  205. 10:47ખ્યાલ રાખવું જોઈએ આ સિવાય મૂલ્યાંકન કે
  206. 10:51સ્વાધ્યાય કાર્યની અગાઉથી જ વિચારણા કરી
  207. 10:54અન્ય શિક્ષકો કે આચાર્ય સાથે ચર્ચા કરીને
  208. 10:56વાર્ષિક આયોજન તૈયાર કરવું જોઈએ પ્રશ્ન 11
  209. 11:01શિક્ષણમાં શૈક્ષણિક આયોજનનું મહત્વ સ્પષ્ટ
  210. 11:04કરો. તો શૈક્ષણિક આયોજન એ શિક્ષણ કાર્ય
  211. 11:07માટે હોકાયંત્ર સમાન છે જેના દ્વારા
  212. 11:10નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે
  213. 11:13આયોજન વિનાનું અધ્યાપન એ સુકાન વિનાની નાવ
  214. 11:17જેવો છે જ્યારે ચોક્કસ આયોજનથી જ ધ્યેય
  215. 11:20સિદ્ધ થાય છે અને કાર્ય પદ્ધતિ નક્કી કરી
  216. 11:23શકાય છે આયોજન કરવાથી શિક્ષણ કાર્ય
  217. 11:26નાવીન્ય સભર બને છે અને વર્ગમાં આવનાર
  218. 11:29અવરોધોનો અગાઉથી ખ્યાલ આવવાથી એનું નિવારણ
  219. 11:32પણ કરી શકાય છે આનાથી થી સમય શક્તિ અને
  220. 11:36નાણાનો ઉચિત ઉપયોગ થાય છે તેમજ શાળામાં
  221. 11:40ઉપલબ્ધ શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ શક્ય
  222. 11:43બને છે આ ઉપરાંત આયોજન શિક્ષકની કાર્ય ટેવ
  223. 11:48વિકસાવે છે અને અભ્યાસક્રમને નક્કી કરેલા
  224. 11:50સમયમાં પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે
  225. 11:53પ્રશ્ન 12 તાસ આયોજન કે પાઠ આયોજન એટલે
  226. 11:57શું એની સંકલ્પના સ્પષ્ટ કરો તો શૈક્ષણિક
  227. 12:00આયોજનમાં સૌથી નાનું આયોજન એ તાસ આયોજન છે
  228. 12:03અથવા તો પાઠ આયોજન
  229. 12:04જે કોઈ એક વિષયના એકમના એક તાસમાં થઈ શકે
  230. 12:08એવા શિક્ષણ કાર્ય માટે તૈયાર કરવામાં આવે
  231. 12:11છે તાસ આયોજન એ વર્ગમાં એક તાસ દરમિયાન જે
  232. 12:15મુદ્દો શીખવવાનો હોય એની પૂર્વ તૈયારીની
  233. 12:18શાબ્દિક રૂપરેખા છે બોસિંગના મતે પાઠ
  234. 12:22આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ
  235. 12:24માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે એનો
  236. 12:27આલેખ પત્ર આ એક વ્યાખ્યા છે બીજી વ્યાખ્યા
  237. 12:32આપી છે બીનિંગ અને બીનિંગ
  238. 12:34હેતુઓને વ્યાખ્યાઈત કરવા પાઠ્યવસ્તુની
  239. 12:38પસંદગી કરવી અને રજૂઆત માટેની પદ્ધતિઓ
  240. 12:40નક્કી કરવી એટલે પાઠ આયોજન ટૂંકમાં કોને
  241. 12:45ક્યારે ક્યાં કેટલા સમયમાં કઈ પદ્ધતિઓ અને
  242. 12:49સાધનોથી શીખવવાનું છે એનો શિક્ષકે કરેલો
  243. 12:53લેખિત અહેવાલ એટલે તાસ આયોજન
  244. 12:57પ્રશ્ન 13 એક તાલીમી શિક્ષક તરીકે તાસ
  245. 13:01આયોજન કરતી વખતે કઈ પૂર્વ શરતોનું પાલન
  246. 13:05કરવું જરૂરી છે તો તાસ આયોજન માત્ર
  247. 13:09ઔપચારિક કાર્ય નથી તેથી શિક્ષક પાસે
  248. 13:11વિષયનું પૂરતું જ્ઞાન માહિતી સ્વરૂપ અને
  249. 13:15વિષયવસ્તુ સંબંધિત કૌશલ્યો પર પ્રભુત્વ
  250. 13:17હોવું અનિવાર્ય છે જરૂરી છે શિક્ષકને
  251. 13:21બાળકોની અધ્યયન ક્ષમતાઓ માનસિક વિકાસ વય
  252. 13:24કક્ષા અને ઔપચારિક અધ્યયનના સિદ્ધાંતોનું
  253. 13:28પણ જ્ઞાન હોવું જોઈએ શિક્ષક પાસે શિક્ષણના
  254. 13:31સામાન્ય અને વિશિષ્ટ હેતુ અંગેની સ્પષ્ટ
  255. 13:34સમજ હોવી અત્યંત આવશ્યક છે વિદ્યાર્થીઓના
  256. 13:38પૂર્વજ્ઞાનની શિક્ષકને સ્પષ્ટતા હોવી જોઈએ
  257. 13:40જેથી નવું જ્ઞાન કઈ રીતે આપવું અને એની
  258. 13:44યોગ્ય વિચારણા થઈ શકે આ ઉપરાંત અધ્યાપનના
  259. 13:48સાધનો એનો ઉપયોગ અને વિષય સાથે સંકળાયેલા
  260. 13:51અન્ય વિષયોનું જ્ઞાન પણ શિક્ષક પાસે હોવું
  261. 13:55જરૂરી છે પ્રશ્ન 14 પાઠ આયોજનમાં વિશિષ્ટ
  262. 14:00હેતુઓ લખતી વખતે શિક્ષકે કઈ કઈ બાત બબતો
  263. 14:03ધ્યાનમાં રાખવી જોઈએ તો આ વિશિષ્ટ હેતુઓની
  264. 14:06નોંધ કરતી વખતે એને હંમેશા અપેક્ષિત વર્તન
  265. 14:10પરિવર્તનની ભાષામાં લખવાના હોય છે આ હેતુઓ
  266. 14:14નક્કી કરેલા તાસની સમય મર્યાદામાં સિદ્ધ
  267. 14:16થઈ શકે એવા વ્યવહારો હોવા જરૂરી છે. દરેક
  268. 14:20વિશિષ્ટ હેતુ ટૂંકા સરળ અને સ્પષ્ટ રીતે
  269. 14:23લખાયેલ હોવા જોઈએ. એક વિધાનમાં માત્ર એક જ
  270. 14:27હેતુનો સમાવેશ થવો જોઈએ. હેતુઓ નક્કી કરતે
  271. 14:30વખતે બાળકની વય ધોરણ એની પરિપક્વતા અને
  272. 14:35કાર્યક્ષમતાને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ આ
  273. 14:39રીતે પાઠના દરેક વિશિષ્ટ હેતુને એના
  274. 14:42સંબંધિત વિષય મુદ્દાની સામે જ સ્પષ્ટ રીતે
  275. 14:45નોંધવામાં આવે તે અત્યંત હિતાવહ છે પ્રશ્ન
  276. 14:4915 વિષયાભિમુખ એટલે શું એના મુખ્ય લક્ષણો
  277. 14:53અને મહત્વ જણાવો
  278. 14:57તો વિષયાભિમુખ એટલે વિદ્યાર્થીઓનું
  279. 14:59વિષયાંગ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું
  280. 15:03જિજ્ઞાસા જાગૃત કરવી એમને નવું જ્ઞાન
  281. 15:06પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે તત્પર
  282. 15:08બનાવવા સારા વિષયભિમુખના લક્ષણોમાં એ
  283. 15:12સાહજિક સ્વાભાવિક રસપ્રદ અને
  284. 15:16વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુરૂપ હોવું
  285. 15:18જોઈએ તો એ સારા વિષયભિમુખ કહી શકાય
  286. 15:21વિષયભિમુખનું કાર્ય ખૂબ જ મહત્વનું છે
  287. 15:24કારણ કે એ વિદ્યાર્થીઓને નવું જ્ઞાન ઝીલવા
  288. 15:26માટે તૈયાર કરે છે અને પૂર્વજ્ઞાનની
  289. 15:29ચકાસણી કરવામાં મદદ કરે છે. એના દ્વારા
  290. 15:32શિક્ષક જ્ઞાત વિષયનો અજ્ઞાત પાઠ્યવસ્તુ
  291. 15:35સાથે સંબંધ પ્રસ્થાપિત કરી અને
  292. 15:38વિદ્યાર્થીને નવા વિષયાંક તરફ દોરી જાય
  293. 15:41છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ વર્ગ
  294. 15:44વ્યવહારમાં પ્રારંભથી જ સક્રિય ભાગીદાર
  295. 15:47બને છે. પ્રશ્ન 16 ભાષા શિક્ષણમાં પાઠનો
  296. 15:52પ્રારંભ કરતી વખતે વિષયાભિમુખ માટે કઈ કઈ
  297. 15:55પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકાય
  298. 15:59તો ભાષા શિક્ષણમાં વિષયાભિમુખ કરવા માટે
  299. 16:01શિક્ષક છ જેટલી અલગ અલગ પ્રયુક્તિઓનો
  300. 16:05અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે જેમ કે
  301. 16:08શિક્ષક વાર્તાકથન કે પ્રસંગ કથન દ્વારા
  302. 16:10વિષય તરફ દોરી શકે છે અથવા પૂર્વજ્ઞાન પર
  303. 16:14આધારિત પ્રશ્નો પૂછીને પ્રશ્નોત્તરી
  304. 16:16પ્રયુક્તિ અજમાવી શકે અથવા એ સિવાય
  305. 16:19વિષયવસ્તુને અનુરૂપ નાના પ્રસંગોનું
  306. 16:22નાટ્યકરણ કે રોલ પ્લે કરાવીને પણ પાઠનો
  307. 16:25પ્રારંભ કરી શકાય છે આ ઉપરાંત નિદર્શન
  308. 16:27પ્રયુક્તિમાં કોઈ ચિત્ર નકશા કે મોડલ
  309. 16:29દર્શાવીને રસપ્રદ રીતે વિષય અભિમુખ કરાવી
  310. 16:32શકાય છે જરૂર પડે તો કોઈ સંદર્ ફકરાનું
  311. 16:35વાચન કરીને અથવા તો કાવ્ય કે ગીતની
  312. 16:38પંક્તિઓનું ગાન કરીને પણ નવા વિષયનો
  313. 16:40પ્રવેશ કરાવી શકાય છે પ્રશ્ન 17 વર્ગખંડ
  314. 16:46શિક્ષણમાં કાપા કાર્યનું નું શૈક્ષણિક
  315. 16:48મહત્વ સ્પષ્ટ કરો તો લેખન ફલક નોંધ એટલે
  316. 16:53કે કાપા કાર્ય એ શિક્ષણના સમગ્ર કાર્યની
  317. 16:56ચાવી અને કાર્ડિયોગ્રામ સમાન છે જે
  318. 17:00શિક્ષકની સજ્જતાનો ખ્યાલ આપે છે તે
  319. 17:02અધ્યાપનને સુગમ બનાવવામાં મોટું યોગદાન
  320. 17:04આપે છે કારણ કે તે એક સસ્તું સુલભ અને
  321. 17:08ઉપયોગી સાધન છે કાપાકાર્ય શિક્ષક
  322. 17:11વિષયવસ્તુ અને વિદ્યાર્થીઓને જોડતી એક
  323. 17:14મહત્વની કડી છે જેના દ્વારા અસ્પષ સ્પષ્ટ
  324. 17:17અને અઘરી બાબતો સરળ બને છે તે વિષય
  325. 17:20વસ્તુના સંકુલ ખ્યાલો અને નિયમો જેવા
  326. 17:22અમૂર્ત સ્વરૂપને પણ મૂર્ત સ્વરૂપ પ્રદાન
  327. 17:25કરે છે શ્રાવ્ય અનુભવોનું દ્રશ્ય અનુભવ
  328. 17:29સાથે સંયોજન થતા વિદ્યાર્થીઓનો અધ્યયન
  329. 17:32સુદરઢ સચોટ અને દીર્ઘકાલીન બને છે તેમજ
  330. 17:36વર્ગમાં શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે
  331. 17:39પ્રશ્ન 18 તાસ આયોજનમાં મૂલ્યાંકન શા માટે
  332. 17:42જરૂરી છે અને તે કઈ કઈ રીતે કરી શકાય તાસ
  333. 17:46શિક્ષણને અંત વિદ્યાર્થીઓને કેટલું જ્ઞાન
  334. 17:48પ્રાપ્ત કર્યું અને કેટલું સમજ્યા એની
  335. 17:50ચકાસણી કરવા માટે મૂલ્યાંકન કરવું જરૂરી
  336. 17:53છે શિક્ષકે ઈચ્છેલું અપેક્ષિત વર્તન
  337. 17:56પરિવર્તન વિદ્યાર્થીઓમાં આવ્યું છે કે
  338. 17:58નહીં એ જાણવા માટે મૂલ્યાંકન એ શિક્ષણ
  339. 18:01કાર્યની સફળતા કે નિષ્ફળતાનો અરીસો બની
  340. 18:05રહે છે. મૂલ્યાંકનના આધારે શિક્ષક
  341. 18:07વિદ્યાર્થીઓમાં રહેલી અણસમજ શોધીને જરૂરી
  342. 18:10ઉપચારાત્મક કાર્ય પણ કરી શકે છે અને
  343. 18:13પોતાના શિક્ષણ કાર્યમાં સુધારણા પણ લાવી
  344. 18:16શકે છે. વર્ગખંડમાં શિક્ષક ટૂંકા પ્રશ્નો
  345. 18:19પૂછીને લેખિતમાં પ્રશ્નો આપીને કે
  346. 18:22કાવ્યગાન કરાવીને પણ મૂલ્યાંકન કરી શકે છે
  347. 18:25આ સિવાય જૂથ કાર્ય નાટ્યકરણ ચિત્રકામ કે
  348. 18:28સંવાદ રજૂ કરાવીને પણ આવી રીતે અલગ અલગ
  349. 18:32રીતે મૂલ્યાંકન કરી શકાય છે. પ્રશ્ન 19
  350. 18:36કાપા કાર્ય કરતી વખતે કઈ કઈ બાબતો
  351. 18:38ધ્યાનમાં રાખવી જોઈએ તો કાપા કાર્ય કરતી
  352. 18:41વખતે શિક્ષકે નીચે મુજબની મહત્વની બાબતો
  353. 18:44ધ્યાનમાં રાખવી જોઈએ જેમાં સૌથી પહેલા છે
  354. 18:45હસ્તાક્ષરની સુવાચ્યતા
  355. 18:48જેમાં દરેક અક્ષર સ્પષ્ટ હોવો જોઈએ અને બે
  356. 18:51અક્ષર તથા બે શબ્દ વચ્ચે જરૂરી અંતર હોવું
  357. 18:54જોઈએ છેલ્લી પાટલીનો વિદ્યાર્થી વાંચી શકે
  358. 18:57એટલું અક્ષરોનું કદ હોવું જોઈએ લખાણની
  359. 19:00જાડાઈ એક સરખી જળવાઈ રહેલી હોવી જોઈએ
  360. 19:03યોગ્ય વિરામ ચિન્હનું નો ઉપયોગ કરવો જોઈએ
  361. 19:05નંબર બે સ્વચ્છતા અને સુઘડતા તો લખતા
  362. 19:08પહેલા કાપાને વ્યવસ્થિત સાફ કરવું
  363. 19:10વિષયવસ્તુ મુજબ કાપાના વિભાગ પાડી અને
  364. 19:13લખાણ સીધી લીટીમાં કરવું જોઈએ એક અક્ષર
  365. 19:16ઉપર બીજો અક્ષર લખાઈ ન જાય એની કાળજી લેવી
  366. 19:18રંગીન ચોકનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ
  367. 19:21નંબર ત્રણ કાપા કાર્યની યથાર્થતા જેમાં
  368. 19:25સમગ્ર એકમની સારરૂપ બાબતો એટલે કે મહત્વની
  369. 19:28જ આઈએમપી પોઈન્ટ્સ ક્રમબદ્ધ રીતે રજૂ કરવા
  370. 19:31જોઈએ અને મુદ્દાઓ હંમેશા ટૂંકા સરળ અને
  371. 19:34સ્પષ્ટ ભાષામાં લખવા જોઈએ પ્રશ્ન 20
  372. 19:38શિક્ષક માટે કાપા કાર્યને કાર્ડિયોગ્રામ
  373. 19:41શા માટે કહેવામાં આવે છે તો શિક્ષક માટે
  374. 19:45કાપા કાર્યને શિક્ષણના સમગ્ર કાર્યની ચાવી
  375. 19:48અને કાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે કારણ
  376. 19:50કે એના પરથી શિક્ષકની સજ્જતા અને શિક્ષણ
  377. 19:55કાર્યમાં એની સફળતાનો સ્પષ્ટ ખ્યાલ મેળવી
  378. 19:58શકાય છે જેવી રીતે કાર્યોગ્રામ હૃદયની
  379. 20:01સંપૂર્ણ સ્થિતિનો ચિતાર આપે છે એવી જ જ
  380. 20:03રીતે વર્ગખંડમાં વ્યવસ્થિત રીતે કરાયેલું
  381. 20:06કાપા કાર્ય એ શિક્ષકના સમગ્ર શિક્ષણ
  382. 20:11કાર્યનો અરીસો બની રહે છે એના દ્વારા
  383. 20:14શિક્ષકે વિષયવસ્તુના સંકુલ ખ્યાલો નિયમો
  384. 20:17અને સિદ્ધાંતોને કેટલી સ્પષ્ટતાથી રજૂ
  385. 20:20કર્યા છે એનો અંદાજ આવી જાય છે
  386. 20:24પ્રશ્ન 21 તાસ આયોજનમાં સ્વાધ્યાય કાર્ય
  387. 20:28આપતી વખતે કઈ કઈ વિવિધતા લાવી શકાય અથવા
  388. 20:31તો એમ પણ પૂછાઈ શકેવા સ્વાધ્યાય કાર્ય કઈ
  389. 20:34કઈ રીતે આપશો એક શિક્ષક તરીકે આવો પણ
  390. 20:37પ્રશ્ન બની શકે તો તાસ આયોજનમાં
  391. 20:41વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાનના
  392. 20:43દરઢીકરણ અને પુનરાવર્તન માટે સ્વાધ્યાય
  393. 20:45આપવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન પણ બની
  394. 20:49શકે કે સ્વાધ્યાય શા માટે આપવામાં આવે છે?
  395. 20:52તો એનો જવાબ તમે અહિયા હમણાં જ જોયું
  396. 20:54સ્વાધ્યાયના પ્રશ્નોમાં વિવિધતા લાવીને
  397. 20:57વિદ્યાર્થીઓની કક્ષા અને રૂચિને પોષી શકાય
  398. 21:00છે. તો સ્વાધ્યાય કાર્ય આપતી વખતે નીચે
  399. 21:03મુજબની વિવિધતા લાવી શકાય જેમાં સૌથી
  400. 21:05પહેલા છે સર્જનાત્મક લેખન જેમાં નવી
  401. 21:09વાર્તા લખવી કાવ્યની રચના કરવી નવા સંવાદો
  402. 21:12રચવા અથવા કોઈ પ્રસંગનું નાટ્યકરણમાં
  403. 21:15રૂપાંતર કરવું વાંચન અને લેખન કૌશલ્ય
  404. 21:19પ્રશ્નો કે ટૂંકનોંધ લખવા શબ્દાર્થ શોધવા
  405. 21:22આપેલ ફકરાનું સંક્ષેપીકરણ કે વિસ્તૃતીકરણ
  406. 21:26કરવું અને ભાષાંતર કરવું પ્રાયોગિક અને
  407. 21:29ક્ષેત્ર કાર્યમાં કોઈની મુલાકાત લેવી
  408. 21:31જરૂરી માહિતી એકઠી કરવી અવલોકન કરવો
  409. 21:33સમસ્યા ઉકેલવી કે વિવિધ વસ્તુઓનો સંગ્રહ
  410. 21:36કરવો એવું સ્વાધ્યાય આપી શકાય કલાત્મક
  411. 21:39કાર્ય અંતર્ગત વિષય વસ્તુને અનુરૂપ ચિત્ર
  412. 21:42કે આકૃતિ દોરવી તથા મોડેલ બનાવવું એવું
  413. 21:44સ્વાધ્યાય આપી શકાય સ્મૃતિ અને મૌખિક
  414. 21:47કાર્યમાં વાચન કરવું મુખપાઠ કરવું અથવા
  415. 21:50કંઠસ્થ કરવું એવું સ્વાધ્યાય આપી શકાય
  416. 21:52શોધખોળમાં શીખવેલા એકમને અનુરૂપ સમાન
  417. 21:56ભાવવાળા અન્ય કાવ્યો કે વાર્તાઓ શોધવી
  418. 21:59એવું સ્વાધ્યાય કાર્ય પણ આપી શકાય પ્રશ્ન
  419. 22:0222 એકમ આયોજનનો અર્થ અને સંકલ્પના સ્પષ્ટ
  420. 22:06કરો એકમ આયોજન માટે વસ્તુ વિષયક ઉપવિભાગ
  421. 22:10આયોજન કે પ્રકરણ આયોજન જેવા પર્યાય વાપરી
  422. 22:13શકાય છે એકમ આયોજનનું મૂળભૂત વિચાર હરબાટે
  423. 22:17આપેલો અને એનું અમલીકરણ 1920 માં શરૂ થયું
  424. 22:21હતું એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન
  425. 22:24અનુભવોનું સંકલન પાઠ્યપુસ્તકના સમાન
  426. 22:28અધ્યયન અનુભવો આપતા પાઠોના ના સંપૂર્ણ એકમ
  427. 22:31તરીકે શિક્ષણ કાર્ય કરવામાં આવે તેને એકમ
  428. 22:35આયોજન કહે છે. આમાં વિષયવના છૂટા છવાયા
  429. 22:39મુદ્દાને સ્થાને સમાન ભાવવાળી કૃતિઓ
  430. 22:42એકત્રિત કરી અને એકમ બનાવાય છે અને તેનું
  431. 22:46ચાર થી પાંચ તાસ સુધી સતત અને ઊંડાણપૂર્વક
  432. 22:50સર્વાંગી અધ્યાપન કરવામાં આવે છે. પ્રશ્ન
  433. 22:5423 શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે એકમ
  434. 22:58આયોજનનું શું મહત્વ છે ? જવાબ એકમ આયોજન
  435. 23:02કરવાથી શિક્ષણની પ્રક્રિયા પૂર્ણ અખંડિત
  436. 23:05સળંગ અને ચિરંજીવ બને છે અને વિષયવસ્તુના
  437. 23:09વિવિધ પાસાઓને સંપૂર્ણ ન્યાય આપી શકાય છે
  438. 23:12તેનાથી વિદ્યાર્થીઓમાં રસ ઉત્સાહ અને
  439. 23:15સક્રિયતા લાવી શકાય છે તથા તેમને ચોક્કસ
  440. 23:18પ્રમાણમાં અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય
  441. 23:21છે શિક્ષક માટે આ આયોજનથી થી શ્રમ અને સમય
  442. 23:25બચે છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે છે.
  443. 23:28આ સાથે શિક્ષકને શિક્ષણ કાર્યની
  444. 23:31સ્વતંત્રતા અને આત્મસંતોષ મળે છે.
  445. 23:34વિદ્યાર્થીની ગતિ ક્ષમતા અને ભૂલોને
  446. 23:37ધ્યાનમાં રાખીને શિક્ષક પોતાની મર્યાદા કે
  447. 23:40ક્ષમતા પ્રમાણે આયોજનમાં જરૂરી પરિવર્તન
  448. 23:43પણ લાવી શકે છે. પ્રશ્ન 24 એકમ આયોજનના
  449. 23:47સોપાનો કયા કયા છે? કોઈપણ બે સોપાનની
  450. 23:50સમજૂતી આપો. જવાબ એકમ આયોજનની રૂપરેખા
  451. 23:54તૈયાર કરવા માટે કુલ 12 સોપાનો છે એકમ
  452. 23:57પેટા એકમ શૈક્ષણિક હેતુઓ વિષયવસ્તુ ભાષા
  453. 24:02વસ્તુના મુદ્દા વિષય પ્રવેશ અધ્યાપન
  454. 24:05પદ્ધતિ પ્રયુક્તિઓ શૈક્ષણિક સાધનો અધ્યયન
  455. 24:09પ્રવૃત્તિઓ મૂલ્યાંકન સ્વાધ્યાય સંદર્ભ
  456. 24:13સાહિત્ય અને લેખન ફલક નોંધ તેમાં એકમ
  457. 24:17સોપાનમાં સમગ્ર આયોજનને ધ્યાનમાં રાખીને
  458. 24:20નક્કી કરેલા મુખ્ય એકમ કે વિષયનું નામ
  459. 24:23લખવાનું હોય છે દાખલા તરીકે ગોવિંદનું
  460. 24:26ખેતર જ્યારે પેટા એકમ સોપાનમાં સમગ્ર
  461. 24:29એકમને જેટલા તાસમાં વહેંચવામાં આવ્યો હોય
  462. 24:32તે પ્રમાણે નિશ્ચિત વિભાગોમાં વહેંચવામાં
  463. 24:34આવે છે જેમ કે તાસ એકમાં પ્રારંભ અને તાસ
  464. 24:38બે માં વિષયવસ્તુની ચર્ચા આ સોપાનો દ્વારા
  465. 24:42એકમ આયોજન દરમિયાન કયું વિષયવસ્તુ કેવી
  466. 24:45રીતે રજૂ કરવું તેની સ્પષ્ટતા થાય છે
  467. 24:48પ્રશ્ન 25 શ્રવણ કૌશલ્યનો અર્થ અને
  468. 24:51સંકલ્પના સ્પષ્ટ કરો ઉત્તર માત્ર ભાષાના
  469. 24:55અવાજો સાંભળવા એટલે શ્રવણ કર્યું ના
  470. 24:58કહેવાય પણ સાંભળેલા અવાજોનું અર્થ ગ્રહણ
  471. 25:01થાય ત્યારે શ્રવણની ક્રિયા થઈ તેમ કહેવાય
  472. 25:04કાન દ્વારા સાંભળવું એ શારીરિક પાસું છે
  473. 25:07જ્યારે સાંભળેલા અવાજને અર્થ સાથે સમજવાની
  474. 25:10ક્રિયા એટલે શ્રવણ એ મનોવૈજ્ઞાનિક પાસું
  475. 25:13છે દાખલા તરીકે માત્ર ગુજરાતી જાણનાર
  476. 25:16વ્યક્તિને અંગ્રેજીમાં કોઈ વાત કરવામાં
  477. 25:19આવે તો તે સાંભળશે ખરો પણ અર્થ ગ્રહણ કરી
  478. 25:22શકતો નથી તેથી તે શ્રવણ છે તેમ ન કહેવાય
  479. 25:26શ્રવણ દ્વારા થતા અર્થ ગ્રહણમાં વક્તાના
  480. 25:28હાવભાવ અને ચેષ્ટાઓનો પણ ફાળો રહેલો છે
  481. 25:32તેથી આ કૌશલ્ય શ્રાવ્યની સાથે દ્રશ્ય
  482. 25:35સ્વરૂપ સાથે પણ સંબંધ ધરાવે છે ટૂંકમાં
  483. 25:38વક્તાના વિચારોને ધ્યાનપૂર્વક તાત્કાલિક
  484. 25:41અને અર્થગ્રહણ સાથે સમજવા એટલે શ્રવણ
  485. 25:44કૌશલ્ય પ્રશ્ન 26 ભાષા શિક્ષણમાં શ્રવણ
  486. 25:48કૌશલ્યનું શું શું મહત્વ રહેલું છે ઉત્તર
  487. 25:51શ્રવણ એ વ્યક્તિના ભાષા જીવનનું
  488. 25:54પ્રસ્થાનબિંદુ છે અને ભાષાનો આરંભ શ્રવણ
  489. 25:57દ્વારા જ થાય છે ભાષાના અન્ય કૌશલ્યો કથન
  490. 26:01વાંચન લેખન પણ શ્રવણ પર જ આધારિત છે આપણે
  491. 26:05જે કુલ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેના 25
  492. 26:08ટકા જેટલું જ્ઞાન માત્ર શ્રવણ દ્વારા
  493. 26:10પ્રાપ્ત કરીએ છીએ લોકશાહી જીવન પદ્ધતિમાં
  494. 26:13વિરોધી મતને સહન કરવા અને બીજાની વાત
  495. 26:16શાંતિથી સાંભળવા માટે શ્રવણ કૌશલ્ય ખૂબ
  496. 26:19જરૂરી છે આ ઉપરાંત નવા વિચારોની પ્રાપ્તિ
  497. 26:23કરવા ભાષાના મૂળ ઉચ્ચારણો શીખવા અને
  498. 26:26બાળકોમાં વાણી પ્રવાહ વિકસાવવા માટે શ્રવણ
  499. 26:29કૌશલ્ય અત્યંત આવશ્યક છે પ્રશ્ન 28 શ્રવણ
  500. 26:33કૌશલ્ય પર અસર કરતા મુખ્ય પરિબળો કયા છે
  501. 26:37ઉત્તર શ્રવણ કૌશલ્ય પર અનેક પરિબળો અસર
  502. 26:40કરે છે જેમાં શ્રોતાનું ધ્યાન અને સ્મૃતિ
  503. 26:43સૌથી અગત્યના છે કારણ કે એકાગ્રતા અને યાદ
  504. 26:47શક્તિ વગર અર્થ ગ્રહણ શક્ય નથી સાંભળેલા
  505. 26:50વિષય વસ્તુમાં સમાનતા અને ભિન્નતા
  506. 26:52તારવવાનું ભેદક તત્વ અને વ્યક્તિની બુદ્ધિ
  507. 26:56શ્રવણ પર મોટી અસર કરે છે બાળકને
  508. 26:59સાંભળવાના વિષયમાં રસ રૂચિ હોવી જરૂરી છે
  509. 27:02તો જ તે ધ્યાનથી સાંભળશે આ સિવાય શ્રોતાની
  510. 27:06શારીરિક શક્તિ એટલે કે કાનની ક્ષમતા
  511. 27:09વક્તાનું પ્રત્યક્ષ દર્શન વક્તા શ્રોતા
  512. 27:12વચ્ચેનું અંતર અને વક્તાનું વ્યક્તિત્વ પણ
  513. 27:14શ્રવણને અસર કરે છે છેલ્લે વક્તા વક્તા
  514. 27:18કયા માધ્યમથી બોલે છે અને આસપાસનું
  515. 27:20વાતાવરણ કેવું છે તે પણ શ્રવણની ગુણવત્તા
  516. 27:23નક્કી કરે છે. પ્રશ્ન 28 વિદ્યાર્થીઓમાં
  517. 27:27શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે વર્ગખંડમાં કઈ
  518. 27:30કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય? ઉત્તર બાળકોને
  519. 27:34નવા શબ્દો શીખવવા અને ચોક્કસ શબ્દોથી
  520. 27:36પરિચિત કરવા માટે ચિત્રો કે પ્રતિકૃતિનો
  521. 27:39ઉપયોગ કરી વારંવાર શ્રવણ મહાવરો કરાવવો
  522. 27:42જોઈએ. બાળકોને પ્રાસવાળા અને લય પ્રદાન
  523. 27:45ગીતો કે કાવ્યો સંભળાવવા જોઈએ અને શિક્ષકે
  524. 27:48કથન કર્યા બાદ પ્રશ્નો પૂછી મૂલ્યાંકન
  525. 27:51કરવું જોઈએ ટેપ રેકોર્ડર કે કમ્પ્યુટર પર
  526. 27:54બાળકોને પોતાના ખોટા ઉચ્ચારો સંભળાવવા
  527. 27:57અવાજ ભેદ પરખની રમતો રમાડવી જોઈએ શાળામાં
  528. 28:00મહેમાનોના વક્તવ્યો યોજવા પ્રાર્થના
  529. 28:03સભામાં સમાચાર સુવિચારનું વાંચન અને નાટક
  530. 28:06રાસ ગરબા વગેરેની રજૂઆતથી શ્રવણ એકાગ્રતા
  531. 28:10વિકસે છે આ ઉપરાંત ચર્ચા સભા વકૃત્વ
  532. 28:14સ્પર્ધા કે કવિ સંમેલનનું આયોજન પણ
  533. 28:16ફાયદાકારક રહે છે પ્રશ્ન 29 શાળાઓમાં
  534. 28:20શ્રવણ કૌશલ્ય શિક્ષણના મુખ્ય હેતુઓ કયા
  535. 28:23કયા છે ઉત્તર શ્રવણ કૌશલ્યનો પ્રાથમિક
  536. 28:27હેતુ એ છે કે વિદ્યાર્થીઓ કોઈપણ વાતને
  537. 28:30ધીરજપૂર્વક અને વક્તા પ્રત્યે અભિમુખ થઈને
  538. 28:33સાંભળે વિદ્યાર્થીઓ માતૃભાષાના સ્વરો અને
  539. 28:36વ્યંજનોનો ઉચ્ચાર ભેદ પારખે તેમજ શિષ્ટ
  540. 28:39ભાષા અને પ્રાદેશિક બોલીના ઉચ્ચારણોનો
  541. 28:42ભેદસ સમજે તે જરૂરી છે વક્તાના કથનમાં
  542. 28:45રહેલો વ્યંગ વિનોદ કે ભાવને તેઓ સમજપૂર્વક
  543. 28:49અનુસરે અને ઔપચારિક અનોપચારિક કથન વચ્ચેનો
  544. 28:52ભેદ પારખે તે તેનો હેતુ છે ઉપરાંત વર્ગખંડ
  545. 28:56કે સભામાં રેડિયો કે દૂરદર્શન પર કક્ષાને
  546. 28:59અનુરૂપ વાર્તા કે ભાષણ સાંભળીને
  547. 29:02વિદ્યાર્થીઓ જ્ઞાન મનોરંજન અને પ્રેરણા
  548. 29:05મેળવે તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રશ્ન
  549. 29:0830 કથન કૌશલ્યનો અર્થ સ્પષ્ટ કરી તેની
  550. 29:11સંકલ્પના સમજાવો ઉત્તર વ્યક્તિ જ્યારે
  551. 29:15પોતાના વિચારોને શુદ્ધ ભાવનામાં
  552. 29:17પ્રસંગોચિત રીતે ગતિ લય માધુર્ય અને
  553. 29:21સ્પષ્ટતા સાથે સ્વાભાવિક રીતે વાણી દ્વારા
  554. 29:24રજૂ કરે ત્યારે તેણે કથન કર્યું કહેવાય
  555. 29:27માત્ર બોલવું એ કથન કે મૌખિક અભિવ્યક્તિ
  556. 29:30નથી પણ વ્યક્તિ જે હેતુથી બોલે છે તે હેતુ
  557. 29:33સાંભળનાર સુધી યોગ્ય રીતે પહોંચે અને
  558. 29:36સિદ્ધ થાય તો જ કથન કહેવાય જો વ્યક્તિ
  559. 29:39બોલીને વિચારો વ્યક્ત કરે પણ શ્રોતા સમજી
  560. 29:42ન શકે તો તે ભાષાની નબળાઈ ગણાય છે. કથનમાં
  561. 29:45વપરાતા અવાજ અને ધ્વનિ એ શરીરનું
  562. 29:48વૈજ્ઞાનિક પાસું છે. જ્યારે પ્રગટ થતા
  563. 29:51વિચારો એ મનોવૈજ્ઞાનિક પાસું છે. ટૂંકમાં
  564. 29:54કથન એ વિચાર પર આધારિત અને ભાષાના શ્રાવ્ય
  565. 29:57તથા દ્રશ્ય માધ્યમ સાથે જોડાયેલું અત્યંત
  566. 30:00સક્રિય અભિવ્યક્તિનું કૌશલ્ય છે. પ્રશ્ન
  567. 30:0331 વ્યક્તિના જીવનમાં અને શિક્ષણમાં કથન
  568. 30:07કૌશલ્યનું શું મહત્વ છે? ઉત્તર વ્યક્તિના
  569. 30:10વિકાસ અને સમાજમાં તેના મોભાનો આધાર
  570. 30:13સંપૂર્ણપણે તેના કથન કૌશલ્ય પર અવલંબે છે.
  571. 30:16રોજિંદા જીવનના વ્યવહારો ચલાવવા અને સફળ
  572. 30:19પ્રત્યાયન માટે કથન અત્યંત આવશ્યક છે.
  573. 30:22વ્યક્તિની પોતાની લાગણી વિચારો કે ભાવ
  574. 30:26વ્યક્ત કરવા માટે તેમજ ભાષાના સર્વાંગી
  575. 30:28વિકાસ માટે કથન જરૂરી છે. નાગરિકતાની
  576. 30:31તાલીમ આપવા અને લેખન શક્તિ કે સર્જનશીલતા
  577. 30:34વિકસાવવા માટે કથન પાયાનું કામ કરે છે.
  578. 30:37શિક્ષક, વકીલ, રેડિયો અનાઉન્સર કે
  579. 30:40માર્કેટિંગ જેવા વિવિધ વ્યવસાયોમાં અને
  580. 30:43રાજકીય કારકિર્દીના ઘડતામાં કથન કૌશલ્ય જ
  581. 30:46સફળતા અપાવે છે. પ્રશ્ન 32 વિદ્યાર્થીઓની
  582. 30:50મૌખિક અભિવ્યક્તિ એટલે કે કથન પર કયા
  583. 30:53પરિબળો અસર કરે છે? ઉત્તર મૌખિક
  584. 30:56અભિવ્યક્તિ પર મુખ્યત્વે શારીરિક
  585. 30:58વાતાવરણજન્ય મનોવૈજ્ઞાનિક અને
  586. 31:01પરિસ્થિતિજન્ય પરિબળો અસર કરે છે શારીરિક
  587. 31:04ખામીઓ કે ઉચ્ચારણ અવયવોના અપૂરતા વિકાસને
  588. 31:07કારણે બાળક અશુદ્ધ ઉચ્ચાર કરે છે અથવા તો
  589. 31:10તોતળાઈને બોલે છે કુટુંબ સમાજ પ્રાદેશિકતા
  590. 31:14મિત્રોની ટોળી અને સમૂહ માધ્યમોની વાતાવરણ
  591. 31:17ના પરિબળોની કથન પર મોટી અસર થાય છે
  592. 31:20મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાળકમાં રહેલો
  593. 31:23આત્મવિશ્વાસ અને બહિર્મુખી વ્યક્તિત્વ કથન
  594. 31:26કૌશલ્યને સમૃદ્ધ બનાવે છે જ્યારે
  595. 31:28પરિસ્થિતિજન્ય કારણોમાં બાળક શિક્ષક કે
  596. 31:31ફિલ્મના પાત્રોની ભાષાનું અનુકરણ કરી
  597. 31:34વિવિધ શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળે છે
  598. 31:37પ્રશ્ન 33 બાળકોમાં જોવા મળતા અશુદ્ધ
  599. 31:40ઉચ્ચારણોને દૂર કરવા શિક્ષક તરીકે તમે કયા
  600. 31:43ઉપાયો યોજશો ? ઉત્તર જો બાળકમાં શારીરિક
  601. 31:47કે ઉચ્ચારણ અવયવની ખામી હોય તો નિષ્ણાત
  602. 31:50ડોક્ટરની સલાહ મુજબ માર્ગદર્શન આપી
  603. 31:52ઉચ્ચારણ શુદ્ધ કરાવી શકાય અશુદ્ધ ઉચ્ચારણ
  604. 31:56કરનાર બાળકમાં ક્ષોભ અને સંકોચ દૂર કરવા
  605. 31:59તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવી આત્મવિશ્વાસ
  606. 32:02પેદા કરવો જોઈએ કઠિન અને જોડાક્ષર વાળા
  607. 32:05શબ્દોની યાદી બનાવી ઉચ્ચારણની ખાસ તાલીમ
  608. 32:08અને પુનઃ મહાવરો કરાવવો જોઈએ ટેપ રેકોર્ડર
  609. 32:11જેવા યંત્રોનો ઉપયોગ કરી બાળકને પોતાના
  610. 32:14અશુદ્ધ ઉચ્ચારો સંભળાવી ભૂલ ભૂલ સુધારવાની
  611. 32:17તક આપવી જોઈએ વધુમાં શિક્ષકે વર્ગમાં
  612. 32:20હંમેશા શુદ્ધ ભાષા બોલવી જોઈએ વક્તૃત્વ
  613. 32:24ગીત કાવ્યકથન જેવી સ્પર્ધાઓ યોજીને શુદ્ધ
  614. 32:27ઉચ્ચારણની તાલીમ આપવી જોઈએ પ્રશ્ન 34
  615. 32:31શાળાઓમાં કથન કૌશલ્ય વિકસાવવા માટે કઈ કઈ
  616. 32:34સહ અભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય?
  617. 32:37ઉત્તર શાળામાં બાળકોની કથન ક્ષમતા
  618. 32:40ખીલ્લવમાં વાર્તા કથનની પ્રવૃત્તિ કરાવવી
  619. 32:43જોઈએ. જેમાં શિક્ષક વાર્તા કહે અને બાળકો
  620. 32:46પાસે તેનું કથન કરાવે અભિનય ક્ષમતા
  621. 32:48વિકસાવવા માટે નાટક એકપાત્રીય અભિનય અને
  622. 32:52સંવાદો રજૂ કરાવવા જોઈએ બાળકોમાં બોલવાનો
  623. 32:56સંકોચ દૂર કરવા ચર્ચા પરિસંવાદો વક્તૃત્વ
  624. 32:59સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવું
  625. 33:02જોઈએ વિવિધ પ્રકારની શબ્દ રમતો જેવી કે
  626. 33:05અંતાક્ષરી સમાનાર્થી શબ્દો કે
  627. 33:08રૂઢિપ્રયોગોની રમતો રમાડવી જોઈએ આ ઉપરાંત
  628. 33:11પ્રાર્થના સભામાં સુવિચાર સમાચાર વાંચન
  629. 33:14અને પ્રવાસ પર્યટનનું વર્ણન જેવી
  630. 33:16પ્રવૃત્તિઓ કથન કૌશલ્ય વિકસાવવા શ્રેષ્ઠ
  631. 33:19માધ્યમ છે પ્રશ્ન 35 વાંચન પ્રક્રિયાનું
  632. 33:23સ્વરૂપ અને તેની સંકલ્પના સ્પષ્ટ કરો
  633. 33:25ઉત્તર વાંચન પ્રક્રિયા એ માત્ર મુદ્રિત
  634. 33:29શબ્દોનું સ્પષ્ટ દર્શન કે સાચું ઉચ્ચારણ
  635. 33:31નથી પણ તે અર્થ મેળવવાની અને તારવવાની એક
  636. 33:35સક્રિય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે
  637. 33:37વાંચનમાં શારીરિક ક્રિયાઓ જેવી કે મુદ્રિત
  638. 33:40વાક્યો વાંચવા માટે આંખની ગતિ અને
  639. 33:43વાગ્યંત્રના સ્નાયુઓની સક્રિયતાનો સમાવેશ
  640. 33:45થાય છે આ ઉપરાંત શબ્દોની ઓળખ વાક્યમાં
  641. 33:49સંદર્ભ મુજબ અર્થ સમજવો અને તર્ક કરવો એ
  642. 33:52તેનું અગત્યનું માનસિક પાસું છે
  643. 33:54રોબિન્સનના મતે વાંચન એટલે સંજ્ઞાઓ અને
  644. 33:57અવાજનું પ્રત્યક્ષીકરણ સાધી તેનો અર્થ
  645. 34:00ઘટાવવાની શક્તિ ટૂંકમાં બાળકની ક્ષમતા
  646. 34:04સાથે જોડાયેલી આ શારીરિક અને માનસિક
  647. 34:06પ્રક્રિયામાં ચિહનોની ઓળખ અર્થગ્રહણ અને
  648. 34:09ચિંતનનો સમન્વય થાય છે પ્રશ્ન પ્રશ્ન 36
  649. 34:13પ્રાથમિક કક્ષાએ બાળકોને વાંચન શીખવવાની
  650. 34:15મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? ઉત્તર બાળકોને
  651. 34:19વાંચન શીખવવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ
  652. 34:22થાય છે જેમાંથી કોઈપણ એક પદ્ધતિ તમામ
  653. 34:25બાળકો માટે સંપૂર્ણપણે લાભદાયી હોતી નથી.
  654. 34:28પરંપરાગત મૂળાક્ષર પદ્ધતિમાં વર્ણો અને
  655. 34:31માત્રાઓની મદદથી શબ્દ વાંચનનો મહાવરો અપાય
  656. 34:34છે. શબ્દ પદ્ધતિમાં જુઓ અને કહો માં
  657. 34:38ચિત્રોની મદદથી બાળકોને શબ્દો ઓળખાવી અર્થ
  658. 34:41સમજાવવામાં આવે છે. વાક્ય પદ્ધતિમાં પૂર્ણ
  659. 34:44વાક્યના સંકેતોથી શબ્દોના અર્થ સમજાવવામાં
  660. 34:47આવે છે. જ્યારે વાર્તા પદ્ધતિમાં વાર્તાના
  661. 34:50પ્રસંગો દ્વારા અર્થ ગ્રહણનો મહાવરો અપાય
  662. 34:53છે. આ ઉપરાંત શિક્ષકના આદર્શ વાંચનનું
  663. 34:56અનુકરણ કરાવતી સામૂહિક વાંચન પદ્ધતિ.
  664. 34:59અનુકરણ પદ્ધતિ અને ચિત્ર શબ્દનું જોડાણ
  665. 35:02કરતી સાહચર્ય પદ્ધતિનો પણ બહોળો ઉપયોગ થાય
  666. 35:05છે પ્રશ્ન 37 મુખ વાંચન એટલે શું? તેમાં
  667. 35:09સામાન્ય રીતે કયા દોષો જોવા મળે છે? ઉત્તર
  668. 35:12વાંચનના મુખ્ય બે પ્રકારોમાંનું એક મુખ
  669. 35:15વાંચન એટલે સસ્વર વાંચન જેમાં યોગ્ય
  670. 35:18સ્વરભાર અવાજ અને ઉચ્ચારણ સાથે વાંચન
  671. 35:21કરવામાં આવે છે પ્રાથમિક કક્ષાએ આ વાંચનનો
  672. 35:24ખૂબ મહાવરો અપાય છે પણ તેમાં બાળકોમાં
  673. 35:27કેટલાક દોષો જોવા મળે છે. બાળકો ઘણીવાર
  674. 35:30ખૂબ ધીમેથી કે ખૂબ ઝડપથી વાંચે છે. યોગ્ય
  675. 35:34આરોહ અવરોહ અને ભાવ વિના યાંત્રિક વાંચન
  676. 35:37કરે છે. કેટલાક બાળકો વાંચતી વખતે શબ્દ પર
  677. 35:40આંગળી મૂકી રાખે છે. તોતળાઈને બોલે છે કે
  678. 35:43શ્વાસ ચડી જતા અટકી જાય છે. આ ઉપરાંત
  679. 35:46પ્રથમ અક્ષર પર અટકી જવું જોડાક્ષરો ખોટા
  680. 35:50વાંચવા અને અશુદ્ધ કે પ્રાદેશિક ઉચ્ચારણો
  681. 35:53કરવા એ મુખ વાંચનના મુખ્ય દોષો છે. પ્રશ્ન
  682. 35:5638 મુખ વાંચન દરમિયાન વિદ્યાર્થીઓમાં કઈ
  683. 35:59કઈ ખામીઓ કે દોષો જોવા મળે છે? ઉત્તર
  684. 36:03શાળામાં અભ્યાસ પ્રવૃત્તિ માટે મુખ વાંચન
  685. 36:06એટલે કે મનમાં વાંચવું ખૂબ જ અગત્યનું છે.
  686. 36:09પણ અયોગ્ય મહાવરાને કારણે તેમાં પણ અનેક
  687. 36:12દોષો જોવા મળે છે. સૌથી સામાન્ય દોષ એ છે
  688. 36:15કે વિદ્યાર્થીઓ પેન્સિલ કે આંગળી વડે શબ્દ
  689. 36:18પર લક્ષ્ય રાખીને વાંચે છે. કેટલાક બાળકો
  690. 36:21વાંચનની ઝડપ સાથે માથું ડાબેથી જમણી તરફ
  691. 36:24હલાવે છે અથવા શરીરનું હલનચલન કરે છે જે
  692. 36:27વાંચનમાં અવરોધ ઉભો કરે છે અમુક વાંચકો
  693. 36:30અવાજ કર્યા વિના પણ હોઠ ફફડાવે છે અથવા
  694. 36:33મનમાં ગણગણાટ કે ગોખડપટ્ટી કરતા હોય તેમ
  695. 36:36વાંચે છે આ ઉપરાંત આગળ વાંચ્યા પછી ફરીથી
  696. 36:39પાછળ દ્રષ્ટિ નાખવી તે પણ મુખ વાંચનની ઝડપ
  697. 36:42ઘટાડતો એક મોટો દોષ છે પ્રશ્ન 40
  698. 36:45વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય વિકસાવવા કઈ
  699. 36:48કઈ પ્રવૃત્તિઓ કરીશ શકાય વિસ્તારથી
  700. 36:51મુદ્દાસર જવાબ આપો મુખ વાંચન કૌશલ્ય
  701. 36:54કેરવતી પ્રવૃત્તિઓ આદર્શ વાંચન પૂરું
  702. 36:57પાડવું વર્ગખંડમાં ટેપ રેકોર્ડર ઉપર આદર્શ
  703. 37:00વાંચન સંભળાવવું અને રેડિયો પર પ્રસારિત
  704. 37:03થતા વાર્તાલાપ કે તેનું રેકોર્ડિંગ
  705. 37:05સંભળાવવું પ્રાર્થના સભાનો મહત્તમ ઉપયોગ
  706. 37:08પ્રાર્થના સભામાં નિયમિતપણે સમાચાર વાંચન
  707. 37:11સુવિચાર વાંચન જાણવા જેવું ટૂંચકાઓનું
  708. 37:14વાંચન અને વિશેષ ઉત્સવોના અહેવાલનું વાંચન
  709. 37:17વિદ્યાર્થીઓ પાસે કરાવવું વર્ગખંડની
  710. 37:20સાહિત્યિક પ્રવૃત્તિઓ વર્ગખંડમાં કાવ્યપઠન
  711. 37:23ગદ્ય વાંચન અને નાટકનું સળંગ વાંચન
  712. 37:26કરાવવું સ્પર્ધાઓનું આયોજન વિદ્યાર્થીઓનો
  713. 37:29આત્મવિશ્વાસ વધારવા વાર્તા વાંચન નિબંધ
  714. 37:32વાંચન લેખ વાંચન અને અહેવાલ વાંચન જેવી
  715. 37:36સ્પર્ધાઓ યોજવી મહાપુરુષો અને વિશિષ્ટ
  716. 37:39દિવસોની ઉજવણી મહાપુરુષોની જન્મ જયંતી કે
  717. 37:42પુણ્યતિથિના પ્રસંગે તેમના જીવન જરમરની
  718. 37:45ઝાંચીનું વાંચન કરાવવું આ ઉપરાંત
  719. 37:48ગુરુપૂર્ણિમા માં શિક્ષક દિન, હિન્દી દિન,
  720. 37:51વૃક્ષારોપણ દિન, સાક્ષરતા દિન અને વિજ્ઞાન
  721. 37:54દિન જેવા વિશિષ્ટ દિવસોની મહત્તા દર્શાવતા
  722. 37:56લેખોનું વાંચન કરાવવું. નવા પુસ્તકોનો
  723. 37:59પરિચય વાંચન પ્રત્યે રસ વિકસાવવા માટે
  724. 38:02શાળામાં આવેલા નવા પુસ્તકોમાંથી સારા
  725. 38:05લેખનું વાંચન કરાવવું. પ્રશ્ન 40 ભાષા
  726. 38:08શિક્ષણમાં લેખન કૌશલ્યનો અર્થ અને તેનું
  727. 38:11મહત્વ સમજાવો. ઉત્તર લેખન કૌશલ્ય એ ભાષાની
  728. 38:15અનુભૂતિનું ભૌતિક સ્વરૂપ અને ભાષા
  729. 38:18સર્જનનું કૌશલ્ય છે જે અન્ય કૌશલ્યોની
  730. 38:21પૂર્ણાહુતી રૂપે વિકસે છે વિદ્યાર્થી
  731. 38:23પોતાના ભાવો લાગણીઓ જરૂરિયાતો અને
  732. 38:27વિચારોને શુદ્ધ અને સાર્થક રીતે લખીને
  733. 38:29વાચક સુધી પહોંચાડે તેને લેખિત અભિવ્યક્તિ
  734. 38:32કહેવાય લેખન દ્વારા વ્યક્તિ પોતાની
  735. 38:35અભિવ્યક્તિને લાંબા સમય સુધી સાંચવી શકે
  736. 38:37છે અને ભાવી પેઢી માટે જ્ઞાનનો વારસો મૂકી
  737. 38:40શકે છે આજના આધુનિક યુગમાં માં રોજીંદા
  738. 38:43સામાજિક આર્થિક શૈક્ષણિક વ્યવહારો ચલાવવા
  739. 38:46તેમજ વિવિધ વ્યવસાયોમાં સફળતા મેળવવા લેખન
  740. 38:50કૌશલ્ય અત્યંત ઉપયોગી છે. જો લેખિત
  741. 38:52અભિવ્યક્તિ નબળી હોય કે ભાષાનું દારિદ્ર્ય
  742. 38:55હોય તો વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી
  743. 38:58વિકાસ થઈ શકતો નથી. પ્રશ્ન 42 અસરકારક
  744. 39:01લેખિત અભિવ્યક્તિના મુખ્ય આધાર સ્તંભો કયા
  745. 39:04કયા છે ઉત્તર લેખન કૌશલ્યને અસરકારક
  746. 39:08બનાવવા તેના મુખ્ય આધાર સ્તંભોની સમજ હોવી
  747. 39:11જરૂરી છે જેમાં સુરેખ હસ્તાક્ષર સૌથી
  748. 39:14અગત્યના છે કારણ કે અક્ષરોનો મરોડ લખાણનું
  749. 39:17લાવણ્ય પ્રગટ કરે છે લખાણને સ્પષ્ટ અને
  750. 39:20સુવાચ્ય બનાવવા માટે યોગ્ય હાસ્યો અને
  751. 39:23પેરેગ્રાફ પાડવા આવશ્યક છે વિદ્યાર્થીમાં
  752. 39:26ભાષા અને શબ્દ વિષયક સજ્જતા હોવી જોઈએ
  753. 39:29જેથી તે રૂઢી પ્રયોગો કે કહેવતોનો ઉપયોગ
  754. 39:32કરી લખાણને મૌલિક બનાવી શકે આ ઉપરાંત
  755. 39:35વિચારોની ક્રમિકતા અને શુદ્ધ જોડણી તથા
  756. 39:38વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ લખાણને સચોટ
  757. 39:41બનાવે છે અંતે લખાણ માત્ર યાંત્રિક ન રહે
  758. 39:45પણ તેમાં લાગણી અને ભાવનાની અભિવ્યક્તિ
  759. 39:47સહજતાથી થાય તે ખૂબ જ જરૂરી છે પ્રશ્ન 42
  760. 39:52શાળાઓમાં લેખિત અભિવ્યક્તિના કયા કયા
  761. 39:54સાહિત્યિક સ્વરૂપોનો અભ્યાસ કરાવવામાં આવે
  762. 39:56છે ઉત્તર શાળાઓ માં વિદ્યાર્થીઓની લેખન
  763. 40:00ક્ષમતા વિકસાવવા લેખિત અભિવ્યક્તિના વિવિધ
  764. 40:03સ્વરૂપોનો પરિચય અપાય છે તેમાં કોઈ વિષય
  765. 40:05પર વિગતવાર લખાણ માટે નિબંધ લેખન કરાવવું
  766. 40:09કોઈ પંક્તિના ગુઢ વિચારને સમજાવવા વિચાર
  767. 40:12વિસ્તારનો સમાવેશ થાય છે સજીવ કે નિર્જીવ
  768. 40:15પાત્રના સ્થાને રહીને લખાતી આત્મકથા
  769. 40:18વિસ્તૃત લખાણને ટૂંકમાં રજૂ કરતું
  770. 40:20સંક્ષેપીકરણ અને ગદ્ય પદ્ય સમીક્ષા પણ
  771. 40:23લેખનના જ સ્વરૂપો છે સામાજિક કે વ્યવસાયિક
  772. 40:26કામગીરી માટે પત્રલેખન ઘટ ઘટનાની માહિતી
  773. 40:29આપતું અહેવાલ લેખન તેમજ વાર્તા અને સંવાદ
  774. 40:32લેખન ખૂબ અગત્યના છે. રોજિંદા જીવનની નોંધ
  775. 40:35રાખવા માટે રોજનીશીનો પણ ઉપયોગ થાય છે.
  776. 40:38પ્રશ્ન 43 પ્રારંભિક કક્ષાએ બાળકોને લેખન
  777. 40:41કૌશલ્ય શીખવવાની કઈ કઈ પદ્ધતિઓ પ્રચલિત
  778. 40:44છે? ઉત્તર બાળકોને લેખન શીખવવાની શરૂઆતમાં
  779. 40:48આડા ઊભા લીટા દોરાવીને આકારોના મરોડ
  780. 40:51શીખવવામાં આવે છે. લેખન શીખવવાની ચાર
  781. 40:54પ્રચલિત પદ્ધતિઓ છે જેમાં અનુકરણ
  782. 40:56પદ્ધતિમાં શિક્ષક પાટિયા પર અક્ષર લખે છે
  783. 40:59અને બાળક તેનું અનુકરણ કરે છે.
  784. 41:02પેસ્ટ્રોલોજીની રચનાત્મક પદ્ધતિમાં
  785. 41:04લાકડાના કે પ્લાસ્ટિકના ટુકડાઓ જોડીને
  786. 41:06અક્ષરો કે આકૃતિ બનાવતા શીખવવામાં આવે છે.
  787. 41:09જેકોટોટ પદ્ધતિમાં બાળક પોતાની જાતે લખેલા
  788. 41:13વાક્યને મૂળ વાક્ય સાથે સરખાવીને સ્વયં
  789. 41:16પોતાની ભૂલો સુધારે છે. જ્યારે મોન્ટેસરી
  790. 41:19પદ્ધતિમાં ઇન્દ્રિયોની તાલીમ દ્વારા જેમ
  791. 41:22કે ઉપસાવેલા કે કોતરેલા અક્ષરો પર આંગળી
  792. 41:24ફેરવાવીને સ્નાયુઓ પર કાબુ મેળવી લેખન
  793. 41:27શીખવવામાં આવે છે. પ્રશ્ન 44
  794. 41:30વિદ્યાર્થીઓની લેખિત અભિવ્યક્તિમાં
  795. 41:33સામાન્ય રીતે કઈ ઉણપો જોવા મળે છે અને
  796. 41:36તેને કેવી રીતે સુધારી શકાય? ઉત્તર
  797. 41:39વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં મોટેભાગે
  798. 41:42રસ્વ દીર્ઘની કે અનુસ્વારની ભૂલો, વિરામ
  799. 41:45ચિન્હોના ખોટા ઉપયોગ અને અશુદ્ધ જોડણી
  800. 41:48જેવી ઉણપો જોવા મળે છે. અયોગ્ય હસ્તાક્ષર
  801. 41:52ફકરા પાડવાની સમજનો અભાવ અને શિથિલ વાક્ય
  802. 41:55રચનાને કારણે ભાષાનું દારિદ્ર્ય છતું થાય
  803. 41:58છે. આ ઉણપો દૂર કરવા માટે શિક્ષકે જોડણી
  804. 42:02કોષનો ઉપયોગ કરાવવો જોઈએ અને અવારનવાર થતી
  805. 42:05ભૂલોનો ચાર્ટ વર્ગમાં લગાવવો જોઈએ.
  806. 42:07અનુસ્વાર અને વિરામ ચિન્હોના નિયમો ઉદાહરણ
  807. 42:10સાથે સમજાવી તેનો યોગ્ય મહાવરો કરાવવો
  808. 42:13જોઈએ. સારા અક્ષરો માટે વિદ્યાર્થીઓને કલમ
  809. 42:16પકડતા શીખવવું શ્રુત લેખન અનુલેખન કરાવવું
  810. 42:20અને વર્ગમાં આદર્શ લેખનના નમૂનાઓ
  811. 42:22પ્રદર્શિત કરવા જોઈએ પ્રશ્ન 45
  812. 42:26વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્ય વિકસાવવા કઈ
  813. 42:29કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય વિસ્તારથી
  814. 42:31મુદ્દાસર જવાબ આપો વિદ્યાર્થીઓમાં લેખન
  815. 42:35કૌશલ્ય વિકસાવવા માટે શાળા અને વર્ગખંડ
  816. 42:38કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી
  817. 42:40શકાય છે જેની વિગતો નીચે મુજબ છે શ્રુત
  818. 42:44લેખન અનુલેખન મહાવરો અક્ષર સુધારણા અને
  819. 42:47જોડણીની ભૂલો ઘટાડવા માટે વિદ્યાર્થીઓને
  820. 42:50શ્રુત લેખન અને અનુલેખનનો સતત મહાવરો આપવો
  821. 42:53જોઈએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન લેખિત
  822. 42:56અભિવ્યક્તિને ખેલવવા માટે વર્ગમાં કે શાળા
  823. 42:59કક્ષાએ વાર્તા લેખન સ્પર્ધા અને નિબંધ
  824. 43:02સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ બુલેટીન
  825. 43:05બોર્ડનો ઉપયોગ શાળાના બુલેટીન બોર્ડ ઉપર
  826. 43:08વિચાર વિસ્તાર સમાચાર અને જાણવા જેવું
  827. 43:11દરરોજ લખાય અને તે બદલાતું રહે તેવી
  828. 43:13વ્યવસ્થા કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ નવું
  829. 43:16વાંચન અને લેખન કરી શકે શબ્દ રમતો અને
  830. 43:19ખિસ્સાનો ઉપયોગ બાળકોમાં શબ્દ ભંડોળ વધે
  831. 43:23તે માટે જોડણીની રમતો રમાડવી અને
  832. 43:26વિદ્યાર્થીઓ ખિસ્સાનો ઉપયોગ કરે તેવી શબ્દ
  833. 43:29રમતો ગોઠવવી જોઈએ પ્રવાસ વર્ણન અને અહેવાલ
  834. 43:32લેખન શાળાના પ્રવાસનું આયોજન કરી
  835. 43:35વિદ્યાર્થીઓ પાસે જૂથમાં પ્રવાસ વર્ણન
  836. 43:38તૈયાર કરાવવા અને તેનું પ્રાર્થના સભામાં
  837. 43:41વાંચન કરાવવું આ ઉપરાંત મહાપુરુષોની
  838. 43:44જન્મજયંતી પુણ્યતિથિ વિવિધ ઉત્સવો તહેવારો
  839. 43:47કે વિશિષ્ટ દિવસની ઉજવણીના અહેવાલ
  840. 43:50વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવવા જોઈએ
  841. 43:53પ્રેરણાદાયી પ્રસંગોની નોંધ મહાપુરુષોના
  842. 43:56જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વાંચન
  843. 43:58કરાવી તેની સાથે તેમના જીવનના સ્મરણો
  844. 44:01નોંધે તેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ
  845. 44:03પ્રોજેક્ટ અને હસ્તલિખિત અંકો લેખન
  846. 44:06કૌશલ્યના વ્યવહારો ઉપયોગ માટે વિદ્યાર્થીઓ
  847. 44:09પાસે હસ્તલિખિત અંક તૈયાર કરાવવા તેમજ
  848. 44:12હસ્ત હસ્તાક્ષર સુધારણા પ્રોજેક્ટ કાર્ય
  849. 44:14અને જોડણી સુધારણા પ્રકલ્પનો વિનિયોગ કરી
  850. 44:17શકાય સારા લેખનનું પ્રદર્શન વિદ્યાર્થીઓને
  851. 44:20પ્રેરણા મળે તે માટે અન્ય વિદ્યાર્થીઓના
  852. 44:23સારા લેખનના નમૂનાઓ ભીત પત્રો પર મુકતા
  853. 44:26રહેવું જોઈએ પ્રશ્ન 46 પ્રોજેક્ટ પદ્ધતિના
  854. 44:30મુખ્ય સોપાનો કયા કયા છે? વર્ણવો. જવાબ
  855. 44:34પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય છ સોપાનો છે
  856. 44:37પ્રથમ સોપાનમાં વિદ્યાર્થીઓની રૂચિ અને
  857. 44:39જરૂરિયાત મુજબ ચર્ચા કે વાર્તાલાપ દ્વારા
  858. 44:42યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે
  859. 44:44છે ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્વયં સમસ્યા કે
  860. 44:47પ્રોજેક્ટની પસંદગી કરે છે જેમાં શિક્ષકનો
  861. 44:50અતિ ઉત્સાહ ન હોવો જોઈએ ત્રીજા સોપાનમાં
  862. 44:53વિદ્યાર્થીઓ દ્વારા હેતુઓ વિષયવસ્તુ અને
  863. 44:56શૈક્ષણિક સાધનોનું આયોજન થાય છે અને
  864. 44:59શિક્ષક માત્ર માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે
  865. 45:02આયોજનબાદ વિદ્યાર્થીઓ અલગ અલગ જૂથમાં
  866. 45:04વહેચાઈને સ્વતંત્ર રીતે પ્રોજેક્ટનો અમલ
  867. 45:07કરે છે દરેક જૂથ પોતાના કાર્યનો અહેવાલ
  868. 45:10લખે છે જેનું અંતે સમગ્ર વર્ગ સમક્ષ વાંચન
  869. 45:13થાય છે પ્રોજેક્ટની શરૂઆતથી અંત સુધી
  870. 45:15ચાલતી પ્રક્રિયા દ્વારા શિક્ષક
  871. 45:18વિદ્યાર્થીઓના કાર્ય અને સહકારનું
  872. 45:20મૂલ્યાંકન કરે છે પ્રશ્ન 47 આગમન પદ્ધતિ
  873. 45:24એટલે શું તેના સોપાનો અને મહત્વ સમજાવો
  874. 45:28જવાબ આગમન પદ્ધતિ એટલે વિશિષ્ટ ઉદાહરણો
  875. 45:31પરથી સામાન્ય નિયમો કે સિદ્ધાંતો તારવવાની
  876. 45:34વૈજ્ઞાનિક પ્રક્રિયા જેમાં વિશિષ્ટથી
  877. 45:36સામાન્ય તરફ અને સ્થૂળથી સૂક્ષ્મ તરફના
  878. 45:39શિક્ષણ સૂત્રોનો અમલ થાય છે આ પદ્ધતિના
  879. 45:42મુખ્ય ચાર સોપાનો છે ઉદાહરણોની રજૂઆત
  880. 45:46નિરીક્ષણ અને તુલના નિયમોની તારવણી અને
  881. 45:49પ્રાપ્ત નિયમની ચકાસણી આ પદ્ધતિમાં
  882. 45:52વિદ્યાર્થીઓ વિવિધ ઉદાહરણો પરથી જાતે જ
  883. 45:55નિયમ તારવતા હોવાથી ગોખણપટ્ટીને કોઈ અવકાશ
  884. 45:58રહેતો નથી તે મનોવૈજ્ઞાનિક પરિબળ પર કાર્ય
  885. 46:01કરતી હોવાથી વિદ્યાર્થીઓની તાર્કિક અને
  886. 46:04વિચારવાની શક્તિનો વિકાસ થાય છે ઉપરાંત
  887. 46:07વિદ્યાર્થીઓ સ્વપ્રયત્ને ચકાસણી કરી શકતા
  888. 46:09હોવાથી તેમનામાં આત્મવિશ્વાસ અને સંતોષની
  889. 46:12લાગણી જન્મે છે પ્રશ્ન 48 જૂથ ચર્ચા
  890. 46:16પદ્ધતિનું મહત્વ શું છે તેમાં શિક્ષકની
  891. 46:19ભૂમિકા સ્પષ્ટ કરો જવાબ જૂથ ચર્ચા પદ્ધતિ
  892. 46:23એ અધ્યતા કેન્દ્રિત અભિગમ છે જે
  893. 46:25વિદ્યાર્થીઓમાં લોકશાહી રીતે ચર્ચા કરવાની
  894. 46:28આવડત અને પરસ્પર સહકારની ભાવના વિકસાવે આ
  895. 46:32પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વના
  896. 46:34ગુણો વિકસે છે મુક્ત ચર્ચાથી મૌખિક
  897. 46:37અભિવ્યક્તિ ખીલે છે અને અન્યના વિચારો
  898. 46:39સાંભળવાની ધીરજ કેળવાય છે નબળા
  899. 46:42વિદ્યાર્થીઓ પણ જૂથમાં શામેલ થઈને સહકારથી
  900. 46:45સરળતાથી મુદ્દાની સમજ મેળવી શકે છે આ
  901. 46:48પદ્ધતિમાં શિક્ષકે જૂથ ચર્ચા માટેનો વિષય
  902. 46:50નક્કી કરી સમગ્ર કાર્યનું યોગ્ય આયોજન
  903. 46:53કરવાનું હોય છે શિક્ષક સમાન કક્ષાના જૂથો
  904. 46:56બનાવે છે સંદર્ભ પુસ્તકો પૂરા પાડે છે
  905. 46:59ચર્ચા દરમિયાન જરૂરી માર્ગદર્શન આપે છે
  906. 47:01અને જૂથ કાર્યનું સતત નિરીક્ષણ કરી તેનું
  907. 47:04મૂલ્યાંકન કરે છે પ્રશ્ન 49 નિરીક્ષિત
  908. 47:08અભ્યાસ પદ્ધતિની સંકલ્પના અને તેના લાભ
  909. 47:11જણાવો જવાબ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં
  910. 47:15વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જ શિક્ષકની હાજરી
  911. 47:18અને નિરીક્ષણ હેઠળ સ્વપ્રયત્ને સ્વાધ્યાય
  912. 47:20કે પ્રશ્નોના ઉકેલ શોધે છે આ પદ્ધતિમાં
  913. 47:23વિદ્યાર્થી જ્યારે જાતે અભ્યાસ કરે છે
  914. 47:26ત્યારે શિક્ષક વર્ગમાં ફરીને સતત
  915. 47:28માર્ગદર્શન આપવા તત્પર રહે છે આ પદ્ધતિથી
  916. 47:31વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો સારી રીતે
  917. 47:34જાણી શકાય છે અને બાળક અભ્યાસમાં
  918. 47:36સ્વાવલંબી બને છે તેમાં બાળકો ઉપર રોકટોક
  919. 47:39ન હોવાથી તેમનું સન્માન જળવાય છે અને
  920. 47:42તેમનામાં લઘુતા ગ્રંથિ એટલે કે
  921. 47:44ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવતી નથી
  922. 47:46શિક્ષક અને વિદ્યાર્થી વધુ નજીક આવે છે
  923. 47:49અને દરેક બાળકને સ્વાધ્યાય કરવાની એકસરખી
  924. 47:52તક મળતા વર્ગના તમામ વિદ્યાર્થીઓ સક્રિય
  925. 47:55રહે છે પ્રશ્ન 50 ભાષા શિક્ષણમાં
  926. 47:58વ્યાખ્યાન પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ
  927. 48:01વર્ણવો જવાબ વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા
  928. 48:04મુદ્રિત વિષયવસ્તુને શ્રાવ્ય દ્રશ્ય અને
  929. 48:07અસરકારક સ્વરૂપે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ
  930. 48:10કરી શકાય છે આ પદ્ધતિથી અગત્યની વિગતો
  931. 48:13અઘરા મુદ્દાઓ અને પરિસ્થિતિઓને સરળતાથી
  932. 48:16સ્પષ્ટ કરી શકાય છે શિક્ષક વિદ્યાર્થીઓની
  933. 48:19ક્ષમતાઓ પૂર્વજ્ઞાન અને તેમની જરૂરિયાતોને
  934. 48:22ધ્યાનમાં રાખીને વ્યાખ્યાનનો અસરકારક અમલ
  935. 48:25કરી શકે છે જો કે તેની કેટલીક મર્યાદાઓ પણ
  936. 48:28છે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓનું નું
  937. 48:30સહભાગીપણું મર્યાદિત રહે છે અને શિક્ષણ
  938. 48:32શિક્ષક કેન્દ્રિત બની જાય છે. વધુમાં
  939. 48:35શ્રવણ કૌશલ્યની યોગ્ય તાલીમ ન મળવી અને
  940. 48:37વર્ગના તમામ વિદ્યાર્થીઓના વૈયક્તિક
  941. 48:40તફાવતોને ન્યાય ન આપી શકાવો એ આ પદ્ધતિની
  942. 48:43મુખ્ય મર્યાદાઓ છે. પ્રશ્ન 51 નિગમન
  943. 48:47પદ્ધતિની પ્રક્રિયા સોપાનો નિગમન પદ્ધતિ
  944. 48:50એટલે અમૂર્ત પરથી મૂર્ત અને સામાન્યથી
  945. 48:53વિશિષ્ટ તરફ જવાની પ્રક્રિયા આ પદ્ધતિમાં
  946. 48:55મુખ્યત્વે નીચે મુજબના તબક્કાઓ અનુસરવામાં
  947. 48:58આવે છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓ સમક્ષ નિયમો
  948. 49:01સત્યો કે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે.
  949. 49:04ત્યારબાદ વિવિધ ઉદાહરણો આપીને તે તારવેલા
  950. 49:07નિયમો સત્યો કે સિદ્ધાંતોની ચકાસણી
  951. 49:10કરવામાં આવે છે. આમ આ પદ્ધતિમાં
  952. 49:12વિદ્યાર્થીઓને અપાયેલા કે તેમણે મેળવેલા
  953. 49:15અનુભવના આધારે સત્ય પારખતા શીખવવામાં આવે
  954. 49:18છે. પ્રશ્ન 52 નિગમન પદ્ધતિના ફાયદાઓ
  955. 49:22મહત્વ આ પદ્ધતિના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ
  956. 49:25છે. સમયનો બચાવ આ પદ્ધતિમાં વ્યાકરણના
  957. 49:28નિયમો કે સિદ્ધાંતો ચકાસવા માટે માત્ર બે
  958. 49:31ત્રણ ઉદાહરણો પૂરતા થઈ રહે છે જેનાથી
  959. 49:34શિક્ષણ કાર્યમાં સમયનો બચાવ થાય છે.
  960. 49:36શિક્ષક માટે સરળતા. આ પદ્ધતિમાં નિયમ કે
  961. 49:40સિદ્ધાંત પહેલેથી જ નક્કી કરેલા હોવાથી
  962. 49:42શિક્ષકને વધારે મહેનત કરવી પડતી નથી.
  963. 49:45અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં ઝડપ. આ પદ્ધતિ
  964. 49:48જ્ઞાન પ્રાપ્તિની ગતિ વધારે છે તેથી નિયત
  965. 49:51સમયમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય છે.
  966. 49:53ઉચ્ચતર કક્ષા માટે ઉપયોગી. આ પદ્ધતિ
  967. 49:56ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે
  968. 49:59ખૂબ જ ઉપયોગી બની શકે છે. દ્રઢીકરણ અને
  969. 50:02મહાવરો. આ પદ્ધતિમાં પુનરાવર્તનનો મહાવરો
  970. 50:05થાય છે અને વિદ્યાર્થીઓ પાસે વિષય
  971. 50:07વસ્તુનું દૃઢિકરણ પણ સારી રીતે કરાવી શકાય
  972. 50:10છે સ્મૃતિ શક્તિનો વિકાસ આ પદ્ધતિમાં
  973. 50:14વિદ્યાર્થીઓ નિયમો કે સિદ્ધાંત પરથી સૂત્ર
  974. 50:16આપે છે જેને કારણે તેમની સ્મૃતિ શક્તિ
  975. 50:19વિકસાવી શકાય છે આગમન પદ્ધતિની મર્યાદાઓ
  976. 50:22દૂર કરે છે આગમન પદ્ધતિની જે મર્યાદાઓ છે
  977. 50:25તેને દૂર કરવામાં નિગમન પદ્ધતિ મદદરૂપ થાય
  978. 50:28છે પ્રશ્ન પોઈન્ટ 54 અસરકારક કથન
  979. 50:32પ્રયુક્તિના ના મુખ્ય લક્ષણો જણાવો ઉત્તર
  980. 50:35અસરકારક કથન સ્વાભાવિક રીતે થવું જોઈએ અને
  981. 50:38તે બાળકો જ્યારે સાંભળે ત્યારે તેમને
  982. 50:41બોજદાયક ન બનવું જોઈએ કથનમાં પ્રસંગને
  983. 50:44અનુરૂપ ભાષાશૈલી તેમજ ભાવોને અનુરૂપ
  984. 50:47અવાજનો લય અને વાકછટા હોવા ખૂબ જરૂરી છે
  985. 50:51શિક્ષકે બોલેલા શબ્દોના અર્થ બાળકો
  986. 50:53સરળતાથી સમજી શકે તેવા હોવા જોઈએ અને
  987. 50:56તેમાં વાણી વિલાસ ન હોવો જોઈએ કથન હંમેશા
  988. 51:00વિષયવસ્તુને અનુરૂપ હોવું જોઈએ તેમાં
  989. 51:02અસંબંધિત હકીકતો કે વિરોધાભાસી વિગતો ન
  990. 51:06આપવી જોઈએ તે અત્યંત ઝડપી ખૂબ જ ધીમું કે
  991. 51:10ખૂબ ઊંચા કે નીચા સાદે ન હોવું જોઈએ પણ
  992. 51:13તર્કબદ્ધ અને ક્રમબદ્ધ રીતે રજૂ થવું જોઈએ
  993. 51:16અંતમાં જો કથન લાંબું હોય તો તેના છેડે
  994. 51:19તેનો સારાંશ ચોક્કસપણે આવવો જોઈએ પ્રશ્ન
  995. 51:2355 અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી
  996. 51:26પ્રયુક્તિનું મહત્વ સ્પષ્ટ કરો ઉત્તર
  997. 51:29અધ્યાપનમાં પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય
  998. 51:32પ્રાપ્ત કરવાથી શિક્ષકનું અધ્યાપન ખૂબ જ
  999. 51:34અસરકારક અને આકર્ષક બને છે.
  1000. 51:37પ્રશ્નોત્તરીની મદદથી વિદ્યાર્થીઓનું
  1001. 51:39પૂર્વજ્ઞાન જાણીને તેને નવા જ્ઞાન સાથે
  1002. 51:42જોડી શકાય છે. આ પ્રયુક્તિ દ્વારા કોઈ
  1003. 51:45બાબત, સમસ્યા કે સિદ્ધાંત પર
  1004. 51:47વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી તેમની
  1005. 51:50જિજ્ઞાસાવૃત્તિ જાગૃત કરી શકાય છે. બાળકો
  1006. 51:53શિક્ષણ દરમિયાન નવું જ્ઞાન કે માહિતી
  1007. 51:55કેટલી હદે મેળવી શક્યા છે તેની ચકાસણી આના
  1008. 51:58દ્વારા આસાનીથી થઈ શકે છે. આનાથી
  1009. 52:01વિદ્યાર્થીઓની તર્ક શક્તિ વિશ્લેષણાત્મક
  1010. 52:04શક્તિ અને મૌખિક અભિવ્યક્તિનો બહળો વિકાસ
  1011. 52:06થાય છે સતત કથનલક્ષી શિક્ષણથી આવતો કંટાળો
  1012. 52:10દૂર કરી શકાય છે અને શિક્ષણ પ્રક્રિયા
  1013. 52:13દ્વિધ્રુવીય બની રહેતી હોવાથી તેની
  1014. 52:15અસરકારકતા ચકાસી શકાય છે પ્રશ્ન 0.56 56
  1015. 52:19વર્ગખંડમાં પૂછવામાં આવતા સારા પ્રશ્નોના
  1016. 52:22લક્ષણો વર્ણવો ઉત્તર સારા પ્રશ્નો હંમેશા
  1017. 52:26વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ પૂર્ણપણે
  1018. 52:29શુદ્ધ હોવા જોઈએ પ્રશ્નોની રચના ટૂંકી
  1019. 52:32સ્પષ્ટ અને સંક્ષિપ્તતા ધરાવતી હોવી
  1020. 52:35અત્યંત જરૂરી છે શિક્ષક દ્વારા પૂછવામાં
  1021. 52:38આવતા પ્રશ્નો જે મુદ્દો વર્ગમાં શીખવવાનો
  1022. 52:41હોય તેની સાથે પૂરેપૂરા સુસંગત હોવા જોઈએ
  1023. 52:44સારા પ્રશ્નો ઉત્તરની દ્રષ્ટિએ
  1024. 52:46સુનિશ્ચિતતા ધરાવતા હોવા હોવા જોઈએ એટલે
  1025. 52:49કે દરેક પ્રશ્નનો એક જ ચોક્કસ ઉત્તર આવવો
  1026. 52:52જોઈએ પૂછવામાં આવતા પ્રશ્નો ક્રમિક અને
  1027. 52:55એકબીજા સાથે પરસ્પર સંબંધિત હોવા જોઈએ આ
  1028. 52:58ઉપરાંત પ્રશ્નો તર્કબદ્ધ અને સચોટ હોવા
  1029. 53:01જોઈએ જેથી વિદ્યાર્થીઓ તેને સરળતાથી ગ્રહણ
  1030. 53:04કરી શકે પ્રશ્ન 57 ભાષા શિક્ષણમાં
  1031. 53:08નાટ્યકરણ પ્રવૃત્તિની મર્યાદાઓ કઈ કઈ છે
  1032. 53:12ઉત્તર નાટ્યકરણ પ્રવૃત્તિના અમલ માટે સમય
  1033. 53:15અને નાણા બંનેની વિશેષ જરૂરિયાત ઉભી થાય
  1034. 53:18છે આ પ્રયુક્તિમાં સમય વધુ વપરાતો હોવાથી
  1035. 53:21અભ્યાસક્રમમાં સમય બચાવી શકાતો નથી
  1036. 53:24શાળામાં આ માટે રંગમંચ વેશભૂષા અને
  1037. 53:28નાટ્યને લગતું વાતાવરણ તેમજ સાધન સામગ્રી
  1038. 53:30જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરવી અત્યંત
  1039. 53:33મુશ્કેલ બને છે મોટાભાગના શિક્ષકોમાં
  1040. 53:36સ્વયં અભિનયના ગુણનો અભાવ હોવાથી તેઓ
  1041. 53:39વિદ્યાર્થીઓને કેવી રીતે તાલીમ આપશે તે એક
  1042. 53:41મોટો પ્રશ્ન રહે છે. વળી શાળા કક્ષાએ નાટક
  1043. 53:45ભજવતા પહેલા રિહર્સલ માટેના સમયનો પણ
  1044. 53:47મોટેભાગે અભાવ જોવા મળે છે. આ તમામ
  1045. 53:50અસુવિધાઓ અને એકસૂત્રતાના અભાવને કારણે
  1046. 53:54નાટ્યકરણનો અમલ દરેક પરિસ્થિતિમાં શક્ય
  1047. 53:56બનતો નથી. પ્રશ્ન 58 ચર્ચા પ્રયુક્તિની
  1048. 54:00વ્યાખ્યા અને તેનું મહત્વ સમજાવો. ચર્ચા
  1049. 54:03પ્રયુક્તિની વ્યાખ્યા વેબસ્ટરના જણાવ્યા
  1050. 54:06અનુસાર કોઈ પ્રશ્ન સમસ્યા કે મુદ્દાને
  1051. 54:09દરેક બાજુએથી વિચારવું અને તેનું પૃથક્કરણ
  1052. 54:12કરવું એટલે ચર્ચા જ્યારે વર્ગખંડના
  1053. 54:15વિદ્યાર્થીઓ ભેગા મળીને કોઈ વિષય પર ચર્ચા
  1054. 54:18કરી અંતે કોઈ એક ચોક્કસ નિર્ણય પર પહોંચે
  1055. 54:21છે ત્યારે ચર્ચા પ્રયુક્તિનું પ્રયોજન
  1056. 54:23સિદ્ધ થયું ગણાય છે તેનું મહત્વ નીચે મુજબ
  1057. 54:27છે પ્રયુક્તિ સંપૂર્ણપણે વિદ્યાર્થી
  1058. 54:29કેન્દ્રિત છે અને તેનું સ્વરૂપ એકદમ મુક્ત
  1059. 54:32હોય છે ચર્ચા એ સહકારી ચિંતનની પ્રક્રિયા
  1060. 54:35છે આમાં ચર્ચામાં ભાગ લેનારા સભ્યો
  1061. 54:38એકબીજાની ટીકા કરવાને બદલે પરસ્પર
  1062. 54:41એકબીજાના વિચારોના પૂરક બને છે આ
  1063. 54:44પદ્ધતિમાં કોઈપણ પ્રશ્ન કે સમસ્યાની દરેક
  1064. 54:47બાજુએથી તલસ્પર્શી વિચારણા થાય છે અને
  1065. 54:49છેવટે સર્વસંમતિથી એક યોગ્ય નિર્ણય પર આવી
  1066. 54:53શકાય છે. આ પ્રયુક્તિ વર્ગખંડમાં કોઈ એક
  1067. 54:56નેતાના નેતૃત્વ હેઠળ યોજી શકાય છે.
  1068. 54:59મોટેભાગે જ્યારે આખો વર્ગ તેમાં સામેલ હોય
  1069. 55:01ત્યારે શિક્ષક જ યોગ્ય નેતૃત્વ પૂરું
  1070. 55:04પાડીને ચર્ચાને સાચી દિશા આપે છે. આ
  1071. 55:07પ્રયુક્તિના વિનિયોગથી વર્ગખંડમાં એકદમ
  1072. 55:10સક્રિય અને જીવંત વાતાવરણ ઊભું થાય છે.
  1073. 55:12તેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અંતર
  1074. 55:15રહેવાને બદલે સમાનતા જોવા મળે છે. ભાષા
  1075. 55:18શિક્ષણમાં નિબંધ લેખન, અહેવાલ લેખન,
  1076. 55:21પત્રલેખન કે રોજનીશી લખાવતી વખતે પૂર્વ
  1077. 55:24તૈયારી રૂપે ચર્ચા પ્રયોજી શકાય છે આ
  1078. 55:27ઉપરાંત વ્યાકરણના પાઠમાં છંદ અને અલંકારની
  1079. 55:31રચના તથા સાહિત્યકૃતિ કયા છંદ કે અલંકાર
  1080. 55:34પર રચાય છે તે સમજાવવા વિષયવસ્તુ સાથે
  1081. 55:37સાંકળીને રસપ્રદ ચર્ચા યોજી શકાય છે.
  1082. 55:40ચર્ચા પૂરી થયાને અંતે વર્ગખંડમાં થયેલ
  1083. 55:43અધ્યાપન અને શિક્ષણ કાર્ય કેટલું અસરકારક
  1084. 55:45રહ્યું તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
  1085. 55:48પ્રશ્ન 59 ગદ્ય શિક્ષણનું મહત્વ સ્પષ્ટ
  1086. 55:52કરો. જવાબ ભાષા શિક્ષણનો એક મહત્વપૂર્ણ
  1087. 55:56ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલા અંતર્ગત
  1088. 55:58ભાવોની શોધ કરી તેનો વિકાસ કરવાનો છે
  1089. 56:01ગદ્યનું શિક્ષણ જીવનના મૂળમાં રહેલું છે
  1090. 56:04અને તેના વિના આપણો જીવન વ્યવહાર સ્થગિત
  1091. 56:07થઈ જાય છે મનુષ્યના વિચારોનું સ્વાભાવિક
  1092. 56:10સ્વરૂપ ગદ્યમાં જ આવિર્ભૂત થાય છે અને
  1093. 56:12શબ્દ સમૃદ્ધિમાં વૃદ્ધિ ગદ્યના સહારે જ
  1094. 56:15થાય છે ગદ્ય સાહિત્ય દ્વારા વિદ્યાર્થીઓને
  1095. 56:18નિત નૂતન સાહિત્ય સ્વરૂપો અને શૈલીઓથી
  1096. 56:21પરિચિત કરી શકાય છે તેમજ ફુરસદના સમયનો
  1097. 56:24યોગ્ય ઉપયોગ કરતા શીખવી શકાય છે. ગદ્યમય
  1098. 56:27વિચારો આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તેથી
  1099. 56:30તેનો આસ્વાદ કરાવવો અને સંસ્કારોનું સિંચન
  1100. 56:33કરવું એ ભાષા શિક્ષકોનું પરમ કર્તવ્ય છે આ
  1101. 56:37ઉપરાંત ગદ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની
  1102. 56:40સમજશક્તિ ભાવના શક્તિ અને વિચાર શક્તિનો
  1103. 56:43વિકાસ કરી શકાય છે. પ્રશ્ન 61 ભાષા
  1104. 56:46વર્ગખંડમાં ગદ્ય શિક્ષણના મુખ્ય હેતુઓ કયા
  1105. 56:49કયા છે? જવાબ ગદ્ય શિક્ષણના અનેક હેતુઓ
  1106. 56:53રહેલા છે જેમાં મુખ્યત્વે વિદ્યાર્થી
  1107. 56:55લેખકના વિચાર અને ભાવ દ્રષ્ટિ વગેરે સમજે
  1108. 56:58તે છે. આ ઉપરાંત વિદ્યાર્થી ગદ્ય
  1109. 57:01સાહિત્યથી અને સાહિત્યના વિવિધ પ્રકારોથી
  1110. 57:04પરિચિત થાય તેમજ તેની અર્થગ્રહણની
  1111. 57:06ક્ષમતાનો વિકાસ થાય તે હેતુ રહેલો છે
  1112. 57:09વિદ્યાર્થીઓને ભાષા તત્વોનો પરિચય કરાવવો
  1113. 57:12તેમના શબ્દ ભંડોળમાં વૃદ્ધિ કરવી અને
  1114. 57:14ભાષાની કુશળતાઓનું દ્રઢીકરણ કરવું એ પણ
  1115. 57:17ગદ્ય શિક્ષણના હેતુઓ છે વિદ્યાર્થી પોતાની
  1116. 57:20ભાષામાં સર્જન કરતા શીખે અને તેની
  1117. 57:22ભાષાશક્તિ કેળવાય તે આ શિક્ષણમાં અપેક્ષિત
  1118. 57:26છે શિષ્ઠ સાહિત્યનો રસાસ્વાદ કરાવવો અને
  1119. 57:29વિદ્યાર્થીનું દ્રષ્ટિબિંદુ વિશાળ કરવું એ
  1120. 57:31પણ અગત્યનો હેતુ છે. આ સિવાય
  1121. 57:34વિદ્યાર્થીઓના અનુભવોમાં વિશાળતા લાવવી
  1122. 57:36અને કલ્પનાશક્તિ સમૃદ્ધ બનાવી ઈચ્છનીય
  1123. 57:39માનસિક વલણો તથા આદર્શોનું ઘડતર કરવું એ
  1124. 57:42ગદ્ય શિક્ષણના મહત્વના હેતુઓ છે. પ્રશ્ન
  1125. 57:4562 ગદ્ય શિક્ષણનો સોપાનોમાં આદર્શ વાચનની
  1126. 57:49અગત્યતા સમજાવો. જવાબ ગદ્ય શિક્ષણમાં
  1127. 57:53શિક્ષક દ્વારા નિશ્ચિત કરેલ એકમ કે એકમ
  1128. 57:55અંશનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે જેને
  1129. 57:58આદર્શ વાચન કહેવાય છે આ પ્રસ્તુત વાચન
  1130. 58:01અનુકરણીય કે આદર્શ હોવું જરૂરી છે જેમાં
  1131. 58:04વિરામ ચિન્હોનો પણ વિશેષ ખ્યાલ રાખવાનો
  1132. 58:07હોય છે શિક્ષકે યોગ્ય આરોહ અવરોહ તથા ગતિ
  1133. 58:10ઝડપ સાથે પઠન કરવાનું હોય છે આમ કરવાથી
  1134. 58:13ગદ્યાંશમાં રહેલ અર્થ અને ભાવને
  1135. 58:16વિદ્યાર્થીઓ આસાનીથી ગ્રહણ કરી શકે છે અને
  1136. 58:19આ પઠન પ્રભાવપાદક બને રહે છે ભાવવાહી પઠન
  1137. 58:22વાચનના પરિણામે વિદ્યાર્થીઓનું પઠન
  1138. 58:25દરમિયાન જ લગભગ 15 થી 20 ટકા જેટલું અર્થ
  1139. 58:28ગ્રહણ થઈ જાય છે. આદર્શ વાચન દ્વારા
  1140. 58:31અધ્યયતાને યોગ્ય રીતે વાચન કરવાની તાલીમ
  1141. 58:33મળે છે અને ગદ્ય પ્રતિ તેમનો રસ કેળવાય
  1142. 58:36છે. પ્રશ્ન 63 ગદ્ય શિક્ષણ દરમિયાન
  1143. 58:39વર્ગખંડમાં સામાન્ય રીતે કઈ કઈ ક્ષતિઓ
  1144. 58:42જોવા મળે છે? જવાબ માતૃભાષાના ગદ્ય
  1145. 58:45શિક્ષણને આજે વર્ગખંડમાં યથાર્થ ન્યાય
  1146. 58:48મળતો નથી અને ઘણી ક્ષતિઓ જોવા મળે છે.
  1147. 58:51સૌપ્રથમ તો નવી ભાષાકીય માહિતીનું
  1148. 58:54સંદર્ભિક પુનરાવર્તન થતું નથી અને
  1149. 58:56વિદ્યાર્થીઓને નિયત હેતુઓના સંદર્ભમાં
  1150. 58:59પૂરતી પ્રવૃત્તિ મળતી નથી. મૂલ્યાંકન માટે
  1151. 59:02કોઈ ખાસ જોગવાઈ હોતી નથી અને સ્વાધ્યાય
  1152. 59:04કાર્ય મહદ અંશે અસ્તિત્વ ધરાવતું નથી યા
  1153. 59:07તો તે ક્ષતિપૂર્ણ હોય છે શિક્ષક પાસે
  1154. 59:10ગદ્યકૃતિ ભણાવવા પાછળના હેતુઓની સ્પષ્ટતા
  1155. 59:12હોતી નથી તેઓ માત્ર વાંચે છે થોડી વિગતો
  1156. 59:16આપે છે અને પ્રશ્નો પૂછે છે ગદ્ય પાઠના
  1157. 59:19શિક્ષણ દ્વારા અર્થગ્રહણ સિવાયના બીજા
  1158. 59:21હેતુઓ જેમ કે ઉચ્ચાર શુદ્ધિ કે જોડણી
  1159. 59:24શુદ્ધિ પર ખાસ ભાર મૂકવામાં આવતો નથી
  1160. 59:26માતૃભાષાના શિક્ષણ કાર્ય માટે કોઈપણ
  1161. 59:29વ્યક્તિ માતૃભાષા નું શિક્ષણ કાર્ય કરી
  1162. 59:31શકે છે એવો પૂર્વગ્રહ પણ ગદ્ય શિક્ષણની
  1163. 59:34મોટી ક્ષતિ છે. પ્રશ્ન 64 ગદ્ય શિક્ષણમાં
  1164. 59:38જોવા મળતી ક્ષતિઓને નિવારવા માટે એક
  1165. 59:40શિક્ષક તરીકે તમે કયા ઉપાયો યોજશો? જવાબ
  1166. 59:44ગદ્ય શિક્ષણની ક્ષતિઓ નિવારવા માટે
  1167. 59:46સર્વપ્રથમ નવી ભાષાકીય માહિતીનું સંદર્ભિક
  1168. 59:49પુનરાવર્તન કરાવવું જોઈએ. શિક્ષકે ગદ્ય
  1169. 59:52શિક્ષણ દરમિયાન પ્રશ્નોમાં કે વર્ણનાત્મક
  1170. 59:55અભિવ્યક્તિમાં નવા શબ્દો રૂઢિ પ્રયોગો અને
  1171. 59:58કહેવતોનો યોગ્ય પ્રયોગ કરવો જોઈએ
  1172. 1:00:00વિદ્યાર્થીઓને પણ ભાષાના જ્ઞાનનો ઉપયોગ
  1173. 1:00:03કરતા શીખવવા માટે આવા પ્રયોગો કરવા
  1174. 1:00:05પ્રેરવા જોઈએ ભાષાજ્ઞાન અભિવ્યક્તિ અને
  1175. 1:00:08અર્થ ગ્રહણ જેવા નિયત હેતુઓના સંદર્ભમાં
  1176. 1:00:11વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ મળવી જોઈએ
  1177. 1:00:14જેમ કે શબ્દાર્થ સમાસ અલંકાર અને વિરામ
  1178. 1:00:17ચિન્હોની સમજ આપવી મૂલ્યાંકન માટે ટૂંકા
  1179. 1:00:20અતિટૂંકા અને ભાષાના ઉપયોજનના વૈવિધ્ય સભર
  1180. 1:00:24પ્રશ્નો પૂછવા જોઈએ તથા હેતુઓના સંદર્ભમાં
  1181. 1:00:27મૂલ્યાંકન કસોટી યોજવી જોઈએ આ ઉપરાંત
  1182. 1:00:29પાઠ્ય માહિતી અને અગ્રીમ કાર્યને લગતા
  1183. 1:00:32પ્રશ્નોવાળું સ્વાધ્યાય કાર્ય આપવું જોઈએ
  1184. 1:00:34જેથી ગદ્ય શિક્ષણ વધુ અસરકારક બને પ્રશ્ન
  1185. 1:00:3864 માતૃભાષા શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય
  1186. 1:00:42સાધનોનું મહત્વ શું છે જવાબ સાંપ્રત
  1187. 1:00:46સમયમાં શિક્ષણ પ્રક્રિયા અધ્યતા કેન્દ્રી
  1188. 1:00:48અનુભવ કેન્દ્રી અને પ્રવૃત્તિ કેન્દ્રી
  1189. 1:00:51બને તે માટે શૈક્ષણિક સાધનોનું મહત્વ ખૂબ
  1190. 1:00:54રહેલું છે. એડગર ડેલના મતે દ્રશ્ય શ્રાવ્ય
  1191. 1:00:58સાધન દ્વારા બાળક જાતે અધ્યયન કરે છે. જે
  1192. 1:01:01રોજબરોજના જીવંત અનુભવો ત્વરિત પૂરા પાડે
  1193. 1:01:04છે. આ ઇન્દ્રિય ગમ્ય અનુભવોને કારણે
  1194. 1:01:07શિક્ષણમાં વૈવિધ્યા આવે છે અને અધ્યતાની
  1195. 1:01:10કલ્પના શક્તિ તર્ક શક્તિ તથા અર્થઘટન
  1196. 1:01:13શક્તિ વિકસે છે. તેના ઉપયોગથી એક કરતાં
  1197. 1:01:16વધારે જ્ઞાનેન્દ્રિયો સક્રિય બનતા
  1198. 1:01:18અનુભવોની છાપ ઊંડી બને છે અને પરિણામે
  1199. 1:01:21શિક્ષણ કાયમી બને છે સાધનોથી પ્રત્યક્ષ
  1200. 1:01:24અને પરોક્ષ અનુભવ મળતા શિક્ષકનું માત્ર
  1201. 1:01:27કથન ઘટે છે અને વિદ્યાર્થીઓમાં રસ પેદા થઈ
  1202. 1:01:30નવા અધ્યયન માટેની પ્રેરણા મળે છે
  1203. 1:01:34પ્રશ્ન 65 શૈક્ષણિક ઉપકરણોનો વર્ગમાં
  1204. 1:01:38ઉપયોગ કરતી વખતે શિક્ષકે કઈ કાળજી રાખવી
  1205. 1:01:41જોઈએ જવાબ શૈક્ષણિક ઉપકરણો વર્ગમાં ફક્ત
  1206. 1:01:44બતાવી દેવાના નથી હોતા પણ તેનો ફાયદાકારક
  1207. 1:01:47ઉપયોગ કરવા માટે
  1208. 1:01:50શિક્ષકે યોગ્ય સ્થળે તેની રજૂઆત કરવી જોઈએ
  1209. 1:01:53બધા જ વિદ્યાર્થીઓ તેને બરાબર જોઈ કે
  1210. 1:01:55સાંભળી શકે તે પ્રમાણે તેની ગોઠવણી
  1211. 1:01:58વર્ગખંડમાં કરવી જોઈએ ઉપકરણોના ઉપયોગ
  1212. 1:02:01દરમિયાન શિક્ષકે પ્રશ્નોત્તરી અને ચર્ચાને
  1213. 1:02:04પણ યોગ્ય સ્થાન આપવું જોઈએ વિદ્યાર્થીઓએ
  1214. 1:02:07સાધનમાં શું નિહાળવાનું છે કે શું
  1215. 1:02:09સાંભળવાનું છે તેની સ્પષ્ટ સૂચના શિક્ષકે
  1216. 1:02:12પ્રથમથી જ આપી દેવી જોઈએ જેથી તેઓ જરૂરી
  1217. 1:02:15મુદ્દાઓ નોંધી શકે. વર્ગખંડમાં આ ઉપકરણ
  1218. 1:02:19શિક્ષણના કયા તબક્કે અને કેટલા સમય માટે
  1219. 1:02:22ઉપયોગમાં લેવાનું છે તેનું પૂર્વ આયોજન
  1220. 1:02:24શિક્ષકે અગાઉથી જ ચોક્કસ કરી લેવું જોઈએ
  1221. 1:02:28પ્રશ્ન 66 ભાષા શિક્ષણમાં ભીતપત્રોનું શું
  1222. 1:02:31મહત્વ છે અને તેનો ઉપયોગ કરતી વખતે શી
  1223. 1:02:34કાળજી રાખવી જોઈએ જવાબ અનોપચારિક અધ્યયન
  1224. 1:02:38અને પૂરક શૈક્ષણિક સામગ્રીની પ્રાપ્તિ
  1225. 1:02:41માટે ભીતપત્ર એ ખૂબ જ અસરકારક અને
  1226. 1:02:44મહત્વનું શૈક્ષણિક સાધન છે વિદ્યાર્થીઓ
  1227. 1:02:47પોતાની સ્વરચિત કવિતાઓ વાર્તાઓ કે ચિત્રો
  1228. 1:02:50ભીતપત્ર પર રજૂ કરી શકે છે. તેનો ઉપયોગ
  1229. 1:02:53કરતી વખતે શિક્ષકે ખાસ કાળજી લેવી જોઈએ કે
  1230. 1:02:56ભીતપત્ર પર રજૂ થયેલી માહિતી સમયાંતરે
  1231. 1:02:59બદલાતી રહેવી જોઈએ. આ પ્રવૃત્તિમાં
  1232. 1:03:02શિક્ષકે એકલા હાથે કામ ન કરતા
  1233. 1:03:04વિદ્યાર્થીઓને પણ સામેલ રાખવા જોઈએ અને
  1234. 1:03:06તેના પર પ્રકાશની અસરનો પણ ખ્યાલ રાખવો
  1235. 1:03:09જોઈએ. પ્રશ્ન 67 પ્રાથમિક શાળાના બાળકો
  1236. 1:03:12માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કેવી રીતે
  1237. 1:03:15લાભદાયી છે? જવાબ નાના કાર્ડ પર ચિત્રો
  1238. 1:03:18અને લખાણ અંકિત કરેલા ફ્લેશ કાર્ડ
  1239. 1:03:21પ્રાથમિક શાળામાં માતૃભાષાના વાંચન
  1240. 1:03:23શિક્ષણમાં ખૂબ જ અસરકારક સાધન બને છે
  1241. 1:03:26બાળકો ફ્લેશ કાર્ડમાંના એક એક શબ્દને ખાલી
  1242. 1:03:29જગ્યામાં મૂકીને આખું વાક્ય વાંચતા શીખે
  1243. 1:03:31છે જેનાથી તેમને ગંમત સાથે જ્ઞાન મળે છે આ
  1244. 1:03:35કાર્ડની મદદથી વર્ગમાં શબ્દરમત રમાડી શકાય
  1245. 1:03:38છે જેના દ્વારા વિદ્યાર્થીઓના શબ્દ
  1246. 1:03:40ભંડોળમાં સારો એવો વધારો થાય છે. વ્યાકરણ
  1247. 1:03:43શિક્ષણનું પુનરાવર્તન કરવામાં અને નાના
  1248. 1:03:46બાળકોને પદાર્થ પરિચય કરાવવામાં આ સાધન
  1249. 1:03:49ખૂબ ઉપયોગી થાય છે. ફ્લેશ કાર્ડના ઉપયોગને
  1250. 1:03:52કારણે વિદ્યાર્થીઓની સક્રિયતા વધે છે અને
  1251. 1:03:55વર્ગનું વાતાવરણ વધુ જીવંત બને છે. પ્રશ્ન
  1252. 1:03:5968 ભાષા શિક્ષણમાં દ્રશ્યશ્રાવ્ય સાધન
  1253. 1:04:02તરીકે ફિલ્મની ઉપયોગીતા અને મર્યાદા
  1254. 1:04:05જણાવો. જવાબ ભાષા શિક્ષણમાં ફિલ્મ
  1255. 1:04:08બતાવવાથી શિક્ષણ ઝડપી અને દીર્ઘકાલીન બને
  1256. 1:04:11છે તેમજ મૂળભૂત બાબતોનો વિદ્યાર્થીઓને
  1257. 1:04:14વાસ્તવિક ખ્યાલ આપી શકાય છે ઉદાહરણ તરીકે
  1258. 1:04:17પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ ફિલ્મ
  1259. 1:04:20બતાવવાથી વિદ્યાર્થીઓને છપ્પનીયા
  1260. 1:04:22દુષ્કાળની ભયંકરતાલો વાસ્તવિક ખ્યાલ આવી
  1261. 1:04:25શકે છે ફિલ્મ દ્વારા શિક્ષણ સચોટ બને છે
  1262. 1:04:28અને અમૂર્ત ખ્યાલો સમજાવવામાં તે ઘણું
  1263. 1:04:31ઉપયોગી નીવડે છે જો કે તેની મર્યાદાઓ પણ
  1264. 1:04:34છે જેમ કે ફિલ્મો મેળવવી અઘરી પડે છે અને
  1265. 1:04:37અભ્યાસક્રમના દરેક એકમ માટે તે પ્રાપ્ત
  1266. 1:04:40થતી નથી વળી ફિલ્મ અઢી કલાકની હોય તો
  1267. 1:04:43વર્ગના તાસ ગોઠવવામાં મુશ્કેલી પડે છે અને
  1268. 1:04:46ફિલ્મ ચાલે ત્યાં સુધી શિક્ષક નિષ્ક્રિય
  1269. 1:04:48રહે છે પ્રશ્ન 69 શૈક્ષણિક ઉપકરણોના
  1270. 1:04:52ઉપયોગની મુખ્ય મર્યાદાઓ કઈ કઈ છે ઉત્તર
  1271. 1:04:56જાળવણી અને આર્થિક મુશ્કેલી શાળાઓમાં
  1272. 1:04:59શૈક્ષણિક ઉપકરણોની જાળવણી અને ઉપયોગ
  1273. 1:05:02માટેની યોગ્ય વ્યવસ્થા હોતી નથી કેટલાક
  1274. 1:05:04સાધનો નો ખૂબ મોંઘા અને ખર્ચાળ હોવાથી
  1275. 1:05:07દરેક સંસ્થા તેને વસાવી શકતી નથી મોંઘા
  1276. 1:05:10સાધનો બગડી જાય ત્યારે તેનો સમારકામનો
  1277. 1:05:13ખર્ચ પરવડતો નથી અને ક્યારેક તૂટેલા સ્પેર
  1278. 1:05:16પાર્ટ્સ બજારમાં મળતા પણ નથી વીજ પ્રવાહ
  1279. 1:05:19બંધ હોય ત્યારે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ
  1280. 1:05:21કરી શકાતો નથી વધુમાં ચાલુ શૈક્ષણિક કાર્ય
  1281. 1:05:24દરમિયાન અચાનક વીજ પ્રવાહ બંધ થવાથી સાધનો
  1282. 1:05:28બગડી જવાની શક્યતા રહે છે અભ્યાસક્રમ અને
  1283. 1:05:31સમયની મર્યાદા અભ્યાસક્રમના દરેક એકમ માટે
  1284. 1:05:35આવા ઉપકરણો ઉપલબ્ધ હોતા નથી. તેના ઉપયોગથી
  1285. 1:05:38અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી
  1286. 1:05:41પડે છે. જો અલગ ભાષાખંડ ન હોય તો વર્ગમાં
  1287. 1:05:44સાધનો લાવવા લઈ જવામાં અને ગોઠવવામાં ઘણો
  1288. 1:05:47સમય વેડફાય છે. પરોક્ષ અનુભવ અને શિસ્તના
  1289. 1:05:51પ્રશ્નો આ ઉપકરણો દ્વારા વિદ્યાર્થીઓને
  1290. 1:05:54માત્ર પરોક્ષ અનુભવ જ આપી શકાય છે.
  1291. 1:05:56પ્રત્યક્ષ અનુભવ નહીં. કેટલાક સાધનોના
  1292. 1:05:59ઉપયોગ વખતે વર્ગમાં શિસ્ત જાળવવાનો પ્રશ્ન
  1293. 1:06:02પણ ઊભો થાય છે શિક્ષકોની કુશળતા અને
  1294. 1:06:05ઉત્સાહનો અભાવ બધા શિક્ષકોમાં ઉપકરણોના
  1295. 1:06:09ઉપયોગ અંગેની યોગ્ય કુશળતા હોતી નથી તેમજ
  1296. 1:06:12તેઓ પૂરતો ઉત્સાહ પણ ધરાવતા નથી
  1297. 1:06:14સ્વનિર્મિત સાધનો જાતે તૈયાર કરવામાં પણ
  1298. 1:06:17શિક્ષકોનો ઉત્સાહ જોવા મળતો નથી શૈક્ષણિક
  1299. 1:06:20કાર્યના નિશ્ચિત આયોજનના અભાવે ઘણીવાર આ
  1300. 1:06:23ઉપકરણોની ઉપેક્ષા કરવામાં આવે છે પ્રશ્ન
  1301. 1:06:2771 નિબંધ પ્રકારના પ્રશ્નોની મુખ્ય
  1302. 1:06:30મર્યાદાઓ કઈ કઈ છે ઉત્તર નિબંધાત્મક
  1303. 1:06:33પ્રશ્નોની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે
  1304. 1:06:35જેમ કે આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરની
  1305. 1:06:38લંબાઈ અગાઉથી નક્કી હોતી નથી જો પ્રશ્ન
  1306. 1:06:41પૂછવાની ભાષા સ્પષ્ટ ન હોય તો
  1307. 1:06:43વિદ્યાર્થીને પ્રશ્ન બરાબર સમજાતો નથી
  1308. 1:06:46તેની સૌથી મોટી મર્યાદા તેના મૂલ્યાંકનમાં
  1309. 1:06:49રહે છે કારણ કે દરેક પરીક્ષક એક જ
  1310. 1:06:51પ્રશ્નના અલગ અલગ ગુણ આપે છે જેથી યોગ્ય
  1311. 1:06:54મૂલ્યાંકન થઈ શકતું નથી આવા પ્રશ્નમાં
  1312. 1:06:57વિદ્યારથી વિદ્ાર્થીઓને વચ્ચે વચ્ચે ગપ્પા
  1313. 1:06:59મારવાની પૂરતી તક પણ મળી જાય છે
  1314. 1:07:01માતૃભાષાના મૂલ્યાંકનમાં 20% થી 70ટા
  1315. 1:07:04સુધીના માપદંડનો ઉપયોગ થતો હોવાથી આવા
  1316. 1:07:07પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને કદી પૂરા કે
  1317. 1:07:10શૂન્ય ગુણ અપાતા નથી પ્રશ્ન 72 ટૂંક જવાબી
  1318. 1:07:14પ્રશ્નોની લાક્ષણિકતાઓ અને ઉપયોગિતા જણાવો
  1319. 1:07:17ઉત્તર ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો ઓછા સમયમાં
  1320. 1:07:20પાંચ સાત લીટીમાં લખી શકાય તેવા હોય છે
  1321. 1:07:22અને તેની મુખ્ય લાક્ષણિકતા સંક્ષિપ્તતા
  1322. 1:07:25અને સચોટતા છે આધુનિક યુગમાં નિબંધ
  1323. 1:07:28પ્રકારના પ્રશ્ન કરતાં આવા ટૂંકા
  1324. 1:07:30પ્રશ્નોનું મહત્વ વધારે જોવા મળે છે આ
  1325. 1:07:32પ્રશ્નો દ્વારા મૂલ્યાંકનમાં ચોકસાઈ વધુ
  1326. 1:07:35લાવી શકાય છે અને ટૂંકમાં જવાબ લખવામાં
  1327. 1:07:38પ્રસ્તાવના કે ઉપસંહારની જરૂર પડતી નથી આ
  1328. 1:07:41પ્રકારના ગુણભાર ઓછો હોવાથી પ્રશ્નપત્રમાં
  1329. 1:07:44પ્રશ્નોની સંખ્યા વધારે રાખી શકાય છે જેના
  1330. 1:07:47પરિણામે સમગ્ર અભ્યાસક્રમનું આવરણ સારી
  1331. 1:07:50રીતે કરી શકાય છે અને માતૃભાષાની
  1332. 1:07:52પરીક્ષામાં તે ખૂબ ઉપયોગી નીવડે છે પ્રશ્ન
  1333. 1:07:5573 વસ્તુલક્ષી કે હેતુલક્ષી પ્રશ્નો એટલે
  1334. 1:07:59શું? એના પ્રકારો જણાવો. વસ્તુલક્ષી કે
  1335. 1:08:02હેતુલક્ષી પ્રશ્નો એ એવા પ્રશ્નો છે જેના
  1336. 1:08:04જવાબો ખૂબ જ ચોક્કસ અને નિશ્ચિત હોય છે આ
  1337. 1:08:08પ્રશ્નોના જવાબો ગમે તે વ્યક્તિ તપાસે તો
  1338. 1:08:10પણ તેનું ગુણાંકન એકસરખું જ રહે છે
  1339. 1:08:13વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકારો માતૃભાષાના
  1340. 1:08:16મૂલ્યાંકનમાં વસ્તુલક્ષી પ્રશ્નોના
  1341. 1:08:18મુખ્યત્વે નીચે મુજબના છ પ્રકારો જોવા મળે
  1342. 1:08:20છે એક બહુવિકલ્પ પ્રકારની કસોટી એમસીક્યુ
  1343. 1:08:25બે વૈકલ્પિક ઉત્તર કસોટી ત્રણ ખાલી જગ્યા
  1344. 1:08:29પૂરક કસોટી ચાર ચાર જોડકા બનાવો કસોટી
  1345. 1:08:33પાંચ પ્રમુખ ચાવી કસોટી છ સંબંધ ઘટાયક
  1346. 1:08:37કસોટી પ્રશ્ન 74 આદર્શ પ્રશ્નપત્રના મુખ્ય
  1347. 1:08:41લક્ષણો કયા કયા છે? ઉત્તર આદર્શ
  1348. 1:08:44પ્રશ્નપત્રમાં કઠિન મધ્યમ અને સરળ એમ
  1349. 1:08:47ત્રણેય પ્રકારના પ્રશ્નોને ઉચિત સ્થાન
  1350. 1:08:49મળેલું હોવું જોઈએ. જે મુદ્દાઓનું માપન
  1351. 1:08:52કરવાનું હોય તેને જ માપે તેવા પ્રશ્નો
  1352. 1:08:54હોવા જોઈએ. અર્થાત પ્રશ્નોની પ્રમાણભૂતતા
  1353. 1:08:57જળવાતી હોવી જોઈએ. તે પ્રશ્નપત્ર સમગ્ર
  1354. 1:09:00અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર થવું
  1355. 1:09:02જોઈએ તેમાં આંતરિક વિકલ્પો પણ આપવા જોઈએ
  1356. 1:09:05પ્રશ્નપત્રની ભાષા સ્પષ્ટ અને સમજાય તેવી
  1357. 1:09:08હોવી જોઈએ તેમજ વિભાગો અને પેટા પ્રશ્નોની
  1358. 1:09:11સૂચનાઓ સરળ હોવી જોઈએ ઉત્તરો ચકાસતી વખતે
  1359. 1:09:14શિક્ષકના ગમા અણગમાની અસર ન પડે તેવી
  1360. 1:09:17તટસ્થતા હોવી જોઈએ અને ગમે તે વ્યક્તિ
  1361. 1:09:20તપાસે તો પણ ગુણાંકનમાં તફાવત ન પડે તેવી
  1362. 1:09:23વિશ્વસનીયતા જરૂરી છે. પ્રશ્ન 75 માતૃભાષા
  1363. 1:09:27શિક્ષકની સજ્જતા અને તેના ગુણો વિશે જણાવો
  1364. 1:09:30શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન
  1365. 1:09:33અત્યંત ચાવી રૂપ છે માતૃભાષાનો શિક્ષક
  1366. 1:09:36પોતાના કાર્યમાં ત્યારે જ અસરકારક
  1367. 1:09:38કાર્યક્ષમ અને સફળ બની શકે છે જ્યારે તે
  1368. 1:09:41ભાષાના વિષયમાં સંપૂર્ણ સુસજ્જતા પ્રાપ્ત
  1369. 1:09:44કરે અને કેટલાક વિશિષ્ટ વ્યક્તિત્વના ગુણો
  1370. 1:09:46કેળવે આજીવન વિદ્યાર્થી અને વાંચનનો શોખ
  1371. 1:09:50શિક્ષકે સૌપ્રથમ તો આજીવન વિદ્યાર્થી જ
  1372. 1:09:53રહેવું જોઈએ અને જ્ઞાનની ઉપાસના અવિરતપણે
  1373. 1:09:56કરતા રહેવું જોઈએ માત્ર પાઠ્યપુસ્તકો અને
  1374. 1:09:59અભ્યાસક્રમ પૂરતું સીમિત ન રહેતા શિક્ષકે
  1375. 1:10:02ભાષા સાહિત્યના વિવિધ ગ્રંથો અને
  1376. 1:10:04સામયિકોના વાંચનના વ્યસની બનવું જોઈએ અને
  1377. 1:10:07સખત અભ્યાસ કરવો જોઈએ પૂર્વ તૈયારી અને
  1378. 1:10:10જ્ઞાન સંપાદન શિક્ષકે વર્ગમાં જે કંઈ પણ
  1379. 1:10:13શીખલવાનું છે તેના પર સંપૂર્ણ કાબુ મેળવવા
  1380. 1:10:16માટે અગાઉથી પૂર્વ તૈયારી કરવી જોઈએ
  1381. 1:10:19શિક્ષકે ક્યારેય હોમવર્ક કર્યા વગર
  1382. 1:10:21વર્ગમાં જવું ન જોઈએ જ્ઞાનની કોઈ સીમા નથી
  1383. 1:10:24તેથી શિક્ષકે શિક્ષણ અને સાહિત્યને લગતા
  1384. 1:10:27સામયિકો તથા દૈનિક પેપરો નિયમિત મંગાવવા
  1385. 1:10:30અને વાંચવા જોઈએ સાહિત્યમાં રસ અને ઉત્તમ
  1386. 1:10:34ભાવક ભાષા શિક્ષકનો પોતાની માતૃભાષા તેમજ
  1387. 1:10:37અન્ય ભાષાઓના સાહિત્યમાં ગાળ રસ હોવો જોઈએ
  1388. 1:10:41સાહિત્યમાંથી મળતો આનંદ તેને મન સર્વોત્તમ
  1389. 1:10:44હોવો જોઈએ અને તે પોતે સાહિત્યનો એક ઉત્તમ
  1390. 1:10:47ભાવક હોવો જરૂરી છે ખરેખર તો સાહિત્ય
  1391. 1:10:50પ્રેમી શિક્ષક જ ભાષા શિક્ષણ માટે સાચો
  1392. 1:10:52અધિકારી ગણાય છે સહ અભ્યાસિક
  1393. 1:10:55પ્રવૃત્તિઓનું આયોજન માત્ર પાઠ્યપુસ્તકનું
  1394. 1:10:58જ્ઞાન પૂરતું નથી તેથી ભાષા શિક્ષક પાસે
  1395. 1:11:01ભાષા શિક્ષણને લગતી વિવિધ સહઅભ્યાસિક
  1396. 1:11:03પ્રવૃત્તિઓનું આયોજન કરવાની અને તેનું
  1397. 1:11:06સફળતાપૂર્વક સંચાલન કરવાની આવડત હોવી જોઈએ
  1398. 1:11:09પ્રયોગશીલતા અને સંશોધન વૃત્તિ ભાષા
  1399. 1:11:12શિક્ષકે શિક્ષણ કાર્યમાં સતત પ્રયોગશીલ
  1400. 1:11:15રહેવું જોઈએ જેથી તેનું કાર્ય માત્ર ચીલા
  1401. 1:11:17ચાલુ ન રહેતા જીવંત બની રહે આ માટે
  1402. 1:11:20શિક્ષકે ક્રિયાત્મક સંશોધનો પ્રયોગો અને
  1403. 1:11:23પ્રોજેક્ટો કરવા માટે હંમેશા સુસજ્જ બનવું
  1404. 1:11:26જોઈએ વિશુદ્ધ વાણી અને પ્રેમાણ વર્તન એક
  1405. 1:11:30વ્યક્તિ તરીકે ભાષા શિક્ષકની વાણી વિશુદ્ધ
  1406. 1:11:33મધુર વિનયી અને પ્રભાવશાળી હોવી જોઈએ
  1407. 1:11:36શિક્ષકના મનમાં વિદ્યાર્થીઓ પ્રત્યે
  1408. 1:11:39નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ અને
  1409. 1:11:41વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા વ્યક્તિગત
  1410. 1:11:43તફાવતોનો સહજ સ્વીકાર કરવાની ભાવના હોવી
  1411. 1:11:46જોઈએ શિક્ષકનું વર્તન તટસ્થ હોવું જોઈએ
  1412. 1:11:48અને ઉત્તરો ચકાસતી વખતે વિદ્યાર્થીના
  1413. 1:11:51વર્તનની કે પોતાના ગમા અણગમાની અસર
  1414. 1:11:54ગુણાંકન પર પડવા દેવી જોઈએ નહીં
  1415. 1:11:56પ્રેરણાદાયક અને માર્ગદર્શક શિક્ષકે
  1416. 1:11:59વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ વિવિધ
  1417. 1:12:02સર્જનાત્મક કાર્યો કરવા માટે સતત પ્રેરણા
  1418. 1:12:04અને માર્ગદર્શન આપવું જોઈએ પ્રતિભાશાળી
  1419. 1:12:07વિદ્યાર્થીઓની ભાષાકીય પ્રતિભાની
  1420. 1:12:09કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ જ્યારે નબળા
  1421. 1:12:12વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને
  1422. 1:12:14તેમને અભ્યાસમાં વિશેષ મદદ કરવી જોઈએ આમ
  1423. 1:12:18ભાષા શિક્ષકનું સમગ્ર વ્યક્તિત્વ પ્રસન્ન
  1424. 1:12:21વિનય પ્રેમાળ અને પ્રેરક બની રહેવું જોઈએ
  1425. 1:12:24જ્ઞાન અને પ્રેમ બંનેનું સંતુલન જાળવીને
  1426. 1:12:27શિક્ષણ કાર્ય કરવું એ જ એક આદર્શ શિક્ષકની
  1427. 1:12:30સાચી ઓળખ છે પ્રશ્ન૭6 માતૃભાષા શિક્ષણમાં
  1428. 1:12:34સહ અભ્યાસ પ્રવૃત્તિઓ તરીકે અંક
  1429. 1:12:37પ્રકાશનનું શું મહત્વ છે ઉત્તર શિક્ષણમાં
  1430. 1:12:40માત્ર સાક્ષરી જ્ઞાન પૂરતું નથી બાળકના
  1431. 1:12:43સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સહ
  1432. 1:12:45અભ્યાસ પ્રવૃત્તિઓ જરૂરી છે અંક પ્રકાશન
  1433. 1:12:48પ્રવૃત્તિ અંતર્ગત શાળાઓમાં હસ્તલેખિત કે
  1434. 1:12:51મુદ્રિત અંકો પ્રકાશિત કરવામાં આવે છે
  1435. 1:12:53જેમાં વિદ્યાર્થીઓ પાસેથી મૌલિક કે
  1436. 1:12:56સંપાદિત સામગ્રી લેવામાં આવે છે. આ
  1437. 1:12:58પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં વાંચન લેખન
  1438. 1:13:01અને સર્જનાત્મક અભિવ્યક્તિના કૌશલ્યો
  1439. 1:13:03વિકસે છે તથા તેમની સાહિત્યિક રુચિ કેળવાય
  1440. 1:13:06છે. પ્રશ્ન 77 ભાષા શિક્ષણમાં સહ અભ્યાસ
  1441. 1:13:09પ્રવૃત્તિઓનું મહત્વ સ્પષ્ટ કરો. ઉત્તર
  1442. 1:13:12શિક્ષણના દરેક તબક્કે માત્ર સાક્ષરી
  1443. 1:13:14શિક્ષણ પર્યાપ્ત નથી પણ બાળકના સર્વાંગી
  1444. 1:13:17વિકાસ માટે શાળામાં સહ અભ્યાસ પ્રવૃત્તિઓ
  1445. 1:13:20થવી અત્યંત જરૂરી છે શાળામાં લીધેલું
  1446. 1:13:23માત્ર સાક્ષરી શિક્ષણ વિદ્યાર્થી લાંબે
  1447. 1:13:25ગાળે ભૂલી જાય છે પણ સહ અભ્યાસ દ્વારા
  1448. 1:13:28મેળવેલું જ્ઞાન જીવન પર્યંત ટકી રહે છે આ
  1449. 1:13:31પ્રવૃત્તિઓ કરાવવાથી વિદ્યાર્થીઓને ભાષા
  1450. 1:13:34શિક્ષણમાં રસ પડે છે અને તેઓ પ્રત્યક્ષ
  1451. 1:13:36જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જો કે શાળામાં
  1452. 1:13:38આવી પ્રવૃત્તિઓનો અતિરેક ન થવો જોઈએ અને
  1453. 1:13:41તે સપ્રમાણ રહેવી જોઈએ આ પ્રવૃત્તિઓનો
  1454. 1:13:44યોગ્ય અમલ થાય તે માટે શિક્ષકે વ્યવસ્થિત
  1455. 1:13:46આયોજન કરવું ખાસ જરૂરી છે પ્રશ્ન 78
  1456. 1:13:50શાળામાં ભાષાખંડની સજાવટ અને સાધનોની
  1457. 1:13:53ગોઠવણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં
  1458. 1:13:56રાખવી જોઈએ ઉત્તર શાળામાં ભાષાખંડની સજાવટ
  1459. 1:13:59કરતી વખતે શિક્ષકના પાછળના ભાગમાં
  1460. 1:14:01બ્લેકબોર્ડ રાખવું જોઈએ અને તેની બંને
  1461. 1:14:04બાજુ બુલેટીન બોર્ડ તથા પેકબોર્ડ ગોઠવવું
  1462. 1:14:06જોઈએ શિક્ષકના ટેબલની ડાબી બાજુ નકશા
  1463. 1:14:09ચાર્ટસ નિદર્શન સ્ટેન્ડ અને જમણી બાજી
  1464. 1:14:12પ્રોજેક્ટરનો પડદો ગોઠવવાની વ્યવસ્થા હોવી
  1465. 1:14:15જોઈએ. બ્લેકબોર્ડના જમણા ખૂણામાં
  1466. 1:14:17વિદ્યાર્થીઓ સ્પષ્ટ નિહાળી શકે તેટલી
  1467. 1:14:19ઊંચાઈએ ટીવી અને તેની નીચે વીસીઆર રેડિયો
  1468. 1:14:22અને ટેપ રેકોર્ડર ગોઠવવા જોઈએ. પ્રવેશના
  1469. 1:14:25દરવાજાની ડાબી બાજુ રોલ અપ બોર્ડ અને
  1470. 1:14:27સંદર્ભ પુસ્તકોનું કબાટ રાખી શકાય છે. આ
  1471. 1:14:30ઉપરાંત સ્વાધ્યાય માટે બુલેટીન બોર્ડ અને
  1472. 1:14:33દિવાલો પર ચિત્રો અને સાહિત્યકારોના
  1473. 1:14:35ફોટોગ્રાફ્સ લગાવીને ભાષાખંડને આકર્ષક અને
  1474. 1:14:38શૈક્ષણિક વાતાવરણ યુક્ત બનાવી શકાય છે.
  1475. 1:14:41પ્રશ્ન 79 કવિતા એ કાનની કળા છે સમજાવો.
  1476. 1:14:45નિરંજન ભગતના મતે કવિતા માત્ર આંખથી
  1477. 1:14:48વાંચવાનો નહીં પરંતુ કાનથી માણવાનો વિષય
  1478. 1:14:51છે. કવિતા ભલે કાગળ પર છપાયેલી હોય પરંતુ
  1479. 1:14:54તેનું ખરું સૌંદર્ય તેમાં રહેલા અવાજ અને
  1480. 1:14:57અવાજના સંકેતોમાં છુપાયેલા અર્થ દ્વારા
  1481. 1:14:59પ્રગટ થાય છે. દાખલા તરીકે ઝુકી ઝૂંડની
  1482. 1:15:02જાજી ઝાડી જેવી પંક્તિઓ જો આપણે મૂગા મોઢે
  1483. 1:15:05વાંચીએ તો પણ તેનો લયબદ્ધ અવાજ કાનને
  1484. 1:15:08ચમકાવે છે અને તેની શ્રવણ મધુરતા સીધી
  1485. 1:15:11હૃદયને સ્પર્શે છે. આમ કવિતાનું ગાન કે
  1486. 1:15:14પઠન કરવાથી શ્રવણેન્દ્રિય દ્વારા જે
  1487. 1:15:16અવાજની સૃષ્ટિ અને સૌંદર્યનો આનંદ અનુભવાય
  1488. 1:15:19છે તે સાબિત કરે છે કે કવિતા એ મૂળભૂત
  1489. 1:15:22રીતે કાનની કળા છે. પ્રશ્ન 80 પદ્ય
  1490. 1:15:25શિક્ષણના કોઈપણ પાંચ હેતુઓ લખો. પદ્ય
  1491. 1:15:28શિક્ષણ એટલે કે કવિતા શિક્ષણના પાંચ હેતુઓ
  1492. 1:15:31નીચે મુજબ છે. એક વિદ્યાર્થીઓ કાવ્યના
  1493. 1:15:34સર્જકનો પરિચય મેળવે અને કાવ્યના વિવિધ
  1494. 1:15:36પ્રકારોથી પરિચિત થાય. બે વિદ્યાર્થીઓ
  1495. 1:15:39શ્રવણ અને વાચન દ્વારા કાવ્યનો સાચો આનંદ
  1496. 1:15:42અને અનુભવ પ્રાપ્ત કરે ત્રણ વિદ્યાર્થીઓ
  1497. 1:15:45કાવ્યમાં નિરૂપાયેલી લાગણીઓ ભાવનાઓ અને
  1498. 1:15:47સંવેદનાઓને સમજે ચાર કાવ્યમાં પ્રયોજાયેલા
  1499. 1:15:51વિશિષ્ટ શબ્દો પ્રતીકો કલ્પનાઓ છંદ અલંકાર
  1500. 1:15:55અને અન્ય પ્રયુક્તિઓ પાછળ કવિનું શું
  1501. 1:15:57પ્રયોજન છે તે સમજે પાંચ વિદ્યાર્થીઓ
  1502. 1:16:00કવિતાની શૈલી સમજીને પોતે પણ કવિતાના
  1503. 1:16:03સર્જન માટે પ્રયત્નશીલ બને એ

About this transcript

This page contains the full transcript of YouTube transcript (XPt0KNlMDn0) , generated from the public captions YouTube serves with the video. The transcript has 9,286 words across 1,503 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.